
BCA માં આંતરિક ડખો હવો સપાટી પર આવ્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે એક ઈ-મેઈલ બરોડા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોન મોકલ્યો છે. લેટર બોમ્બ સ્વરુપ ઈ-મેઈલમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ઈરફાન પઠાણે મેઈલમાં લખ્યુ છે કે, વ્યક્તિગત અહમને લઈ કોચની નિયૂક્તિમાં સમસ્યા સર્જાઈ છે. વિલિયમ્સ પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરેને હેલો નથી કહેતો અને આ માટે થઈને તેને કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો નથી. ઈરફાન પઠાણે મોટો આરોપ આમ મેઈલ મારફતે કરી દીધો છે.
આગળ પણ લખ્યુ છે કે, કિરણ મોરેએ કરેલુ આ વર્તન ગરવાજબી હોવાનુ ગણાવ્યુ છે અને પોતે નિરાશ થયો હોવાનુ ઈરફાન પઠાણે લખ્યુ છે. કોઈ પણ વ્યક્તિ એસોસિએશન કે ક્રિકેટથી મોટો નથી હોતો. અહમ બાજુએ મુકીને ક્રિકેટ અને BCA ના હિતમાં નિર્ણય લેવો જોઈએ એમ પણ ઈરફાને મેઈલમાં લખ્યુ છે. તાજેતરમાં CAC ની બેઠક મળી હતી ત્યારબાદ મતભેદો સામે આવ્યા હતા. આમ હવે કોચની નિયૂક્તિને લઈ વિવાદ વકર્યો હોવાનુ સામે આવ્યુ છે.