
પૂર્વ રણજી ખેલાડી જસ્મીન નાયકનું હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. જસ્મીન નાયકને બુધવારના રોજ હાર્ટ અટેક આવ્યો હતો. જેઓ બરોડા ક્રિકેટ એસોશિયેશનના અંડર-16 અને અંડર-19 ટીમના સિલેક્ટર પણ હતા.તમને જણાવી દઈએ કે, જસ્મીન નાયકે પંડ્યા બ્રધર્સ અને પઠાણ બ્રધર્સ એટલે કે, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા તેમજ ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણને કોચિંગ આપી ચૂક્યા હતા.તેમના નિધનના સમાચાર સામે આવતા જ પૂર્વ ક્રિકેટરોએ દુખ વ્યક્ત કર્યું હતુ.
જસ્મીન નાયકના ક્રિકેટ કરિયર વિશે વાત કરવામાં આવે તો તેમણે 2 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તેમજ બરોડા ક્રિકેટ એસોશિયેશનના અંડર-16 અને અંડર-19 ટીમના સિલેક્ટર પણ હતા.થોડા દિવસ પહેલા ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતુ. તેમણે ભારત માટે કુલ 11 ટેસ્ટ મેચ રમી હતી.13 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા.
જમણા હાથના બેટ્સમેને 1952માં લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ચેન્નાઈમાં 1961માં પાકિસ્તાન સામે હતી. દત્તાજીરાવે 1947 થી 1961 દરમિયાન રણજી ટ્રોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે 47.56ની એવરેજથી 3139 રન બનાવ્યા જેમાં 14 સદી સામેલ છે.
થોડા જ દિવસોમાં વડોદરાના 2 પૂર્વ ક્રિકેટરનું નિધન થયું છે. પરિવારના એક સુત્ર ન્યુઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતુ કે, છેલ્લા 12 દિવસથી વડોદરાની એક હોસ્પિટલમાં આઈસીયુમાં જીંદગી સામે લડી રહ્યા હતા.તેણે 1959માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. બીસીસીઆઈએ દત્તાજીરાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. બોર્ડે કહ્યું કે તે આ દુઃખની ઘડીમાં ગાયકવાડના પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે છે.