ઈરાન,ઈરાનમાં એક સનસનીખેજ ઘટનાએ હલચલ મચાવી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે એક પાગલ વ્યક્તિએ પોતાના જ ૧૨ લોકોની રાઈફલ વડે હત્યા કરી હતી. બંદૂકધારીનો ઈરાદો એટલો ખતરનાક હતો કે તેણે પોતાના ભાઈ અને પિતાને પણ છોડ્યા ન હતા.
બંદૂકધારીએ પોતાની રાઈફલ વડે ભાઈ અને પિતાની પણ હત્યા કરી હતી. મૃત્યુ પામેલા અન્ય લોકો પણ બંદૂકધારીના સગા હતા. આ ઘટનાથી ઈરાન પોલીસ પણ આશ્ર્ચર્યચક્તિ છે. ઈરાનમાં આ સનસનાટીભર્યા હત્યાકાંડથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
આ ઘટના દક્ષિણ-પૂર્વ ઈરાનના એક ગ્રામીણ વિસ્તારમાં બની હતી, જ્યાં શનિવારે એક વ્યક્તિએ તેના ૧૨ સંબંધીઓને ગોળી મારી દીધી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. કર્માન પ્રાંતના ન્યાય વિભાગના વડા ઇબ્રાહિમ હમીદીએ અર્ધ-સત્તાવાર ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે બંદૂકધારીએ પરિવારના વિવાદને લઈને વહેલી સવારે એક ગામમાં તેના પિતા, ભાઈ અને અન્ય સંબંધીઓ પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. બંદૂકધારીને કોઈ રોકી શક્યું નહીં ત્યાં સુધીમાં તેણે ૧૨ લોકોને મારી નાખ્યા હતા.
હુમલાખોરે જે રાઈફલથી ગોળીબાર કર્યો તે કલાશ્ર્નિકોવ રાઈફલ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલાખોર (૩૦)ની ઓળખ થઈ નથી અને એવી શંકા છે કે તેણે કલાશ્ર્નિકોવ રાઈફલનો ઉપયોગ કર્યો હતો. ઈરાનમાં સ્થાનિક મીડિયા અવારનવાર ગ્રામીણ વિસ્તારોમાં ગોળીબારની આવી ઘટનાઓની જાણ કરે છે, પરંતુ આ હુમલામાં સૌથી વધુ મૃત્યુ થાય છે. ઈરાનના ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોને કાયદેસર રીતે માત્ર રાઈફલથી જ શિકાર કરવાની છૂટ છે.