ઈરાને વધુ ત્રણ પ્રદર્શનકારીઓને ફટકારી મોતની સજા , અત્યાર સુધીમાં ૧૭ લોકોને અપાઈ ફાંસી

ઇસ્ફહાન,

ઈરાનના ન્યાયતંત્રે વધુ ત્રણ સરકાર વિરોધી પ્રદર્શનકારીઓને મોતની સજા ફટકારી છે. જ્યારે બે લોકોને ફાંસી સજા આપવામાં આવી હતી, તેમાંથી એક કરાટે ચેમ્પિયન હતો, જેની પાસે અનેક રાષ્ટ્રીય પુરસ્કાર હતા. મીડિયા રિપોર્ટ મુજબ સાલેહ મિરહાશ્મી, માજિદ કાઝેમી અને સઈદ યાઘુબી, જેમને મધ્ય શહેરમાં ઇસ્ફહાનમાં સરકાર વિરોધી વિરોધ દરમિયાન સ્વયંસેવક બસિજ મિલિશિયાના સભ્યોની કથિત રીતે હત્યા કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય દબાણ છતાં, ઈરાનની ઈસ્લામિક સરકાર હિજાબનો વિરોધ કરી રહેલા લોકોને સતત પોતાનો શિકાર બનાવી રહી છે. તેમાં વધુ ૩ લોકોને મોતની સજા સંભળાવવામાં આવી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મહેસા અમીનીના મોત બાદ ઈરાનમાં મોટા પાયે દેખાવો થયા હતા. મહસા અમીનીને દેશની મોરલ પોલીસે ઈરાનના કડક ડ્રેસ કોડ (યોગ્ય રીતે હિજાબ ન પહેરવા)નું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં મહસા અમીનીનું કસ્ટડીમાં શંકાસ્પદ રીતે મોત થયું હતું.

હમસા અમીનીના મૃત્યુ પછી હિજાબ વિરુદ્ધ આંદોલન ભડક્યું અને દેખાવો શરૂ થયા. સરકાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ૧૮,૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ૧૭ લોકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અહીં મૃત્યુદંડની સજા સંભળાવનારાઓને થોડા કલાકોમાં જ ફાંસી આપવામાં આવે છે.

રિપોર્ટ્સ મુજબ ઈરાને એક કરાટે ચેમ્પિયન અને એક કોચને ફાંસીની સજા આપી છે. ઈરાનના આવા કાનુનનો સમગ્ર વિશ્ર્વમાં ટીકા થઈ રહી છે, પરંતુ ઈરાન સરકાર કોઈ દબાણમાં હોય તેવું લાગતું નથી. દોષિતોમાંથી ચારને ફાંસી આપવામાં આવી છે અને અન્ય બેને ટૂંક સમયમાં ફાંસી આપવામાં આવનાર છે. સમાચાર એજન્સી AFPA જણાવ્યું કે સાલેહ મિરાહશેમી, માજિદ કાઝેમી અને સઈદ યાઘુબીને ખુદા વિરુદ્ધ ઉક્સાવવાના કેસના આરોપમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. ઈરાનની સરકાર માને છે કે સરકારનો વિરોધ કરવો એ અલ્લાહનો વિરોધ છે.

દક્ષિણ-પૂર્વ ઈરાનમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન વધુ હિંસક બની રહ્યું છે. આ બધાની વચ્ચે માનવાધિકારના લોકોએ જણાવ્યું કે ઓછામાં ઓછા ૧૦૦ પ્રદર્શનકારીઓને મોતની સજા આપવામાં આવી છે અને હવે આ વિરોધને વિદ્યાર્થીઓનો પણ ટેકો મળ્યો છે, સરકાર જેટલી કડક થઈ રહી છે તેટલો જ લોકોનો ગુસ્સો ભભૂકી રહ્યો છે. ઈરાન સરકારે મોરલ પોલીસના વિસર્જનની જાહેરાત કરી છે. પરંતુ વિરોધ એટલો વધી ગયો છે કે મહિલાઓની માંગ હવે ફરજિયાત હિજાબને નાબૂદ કરવા પુરતી સીમિત નથી રહી. તેમની માંગ છે કે હવે ઇસ્લામિક શાસન જ ખતમ થવુ જોઇએ. જેમાં મહિલાઓને સંપૂર્ણ અને લોક્તાંત્રિક અધિકારોની માંગણી કરવામાં આવી છે.

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ સોમવારે સંકેત આપ્યો કે સરકાર તેની સ્થિતિને શાંત કરવાનો કોઈ ઇરાદો નથી. તેમણે કહ્યું કે જાહેર સ્થળોને આગ લગાડનારાઓએ દેશદ્રોહ કર્યો છે. ઈરાનના ઈસ્લામિક કાયદા મુજબ રાજદ્રોહ મૃત્યુની સજાને પાત્ર છે. તે જ સમયે, યુરોપિયન યુનિયન, યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય પશ્ર્ચિમી દેશોએ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ મૃત્યુદંડનો ઉપયોગ કરવા બદલ ઈરાનની નિંદા કરી છે.