દમાસ્ક્સ,દમાસ્ક્સમાં ઈરાની દૂતાવાસ પર થયેલા હવાઈ હુમલા બાદ ઈરાને બદલો લેવાની પ્રતિજ્ઞા લેતા ઈઝરાયેલે તેની સુરક્ષા વધારી દીધી છે. સેનાના જવાનોની રજા રદ્દ કરી દેવામાં આવી છે અને તેમને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. જોકે, ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ હમાસના હુમલા બાદ ઈઝરાયેલની સેના એલર્ટ પર છે અને ત્રણ લાખ રિઝર્વ સૈનિકોને પણ બોલાવવામાં આવ્યા છે. સોમવારે થયેલા હવાઈ હુમલામાં ઈરાની દૂતાવાસમાં તૈનાત બે ઈરાની જનરલ માર્યા ગયા હતા. તેમજ હુમલાની આશંકા ઈઝરાયેલ પર લગાવવામાં આવી છે.
બ્રિટિશ ન્યાયાધીશો અને ગુપ્તચર નિષ્ણાતોએ ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં ત્રણ બ્રિટિશ સહાય કર્મચારીઓના મૃત્યુ બાદ ઈઝરાયેલને શસ્ત્રોનું વેચાણ બંધ કરવા સરકારને હાકલ કરી છે. ૬૦૦ થી વધુ કાનૂની વ્યાવસાયિકો અને ગુપ્તચર નિષ્ણાતોએ યુકે સરકારને ગાઝામાં નરસંહારથી દૂર રહેવા હાકલ કરી છે. યુરોપના અન્ય ઘણા દેશોમાં પણ ઈઝરાયેલને શોનું વેચાણ બંધ કરવાની માગ ઉઠી રહી છે.
આ દરમિયાન ઈઝરાયેલે કહ્યું છે કે સાત બચાવકર્મીઓની હત્યાની તપાસ પૂર્ણ થવામાં કેટલોક સમય લાગી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને હુમલાની તપાસ ઝડપથી પૂર્ણ કરવા અને હુમલાની જવાબદારી નક્કી કરવા જણાવ્યું છે.
ઇઝરાયેલની યુદ્ધ કેબિનેટનો ભાગ રહેલા વિપક્ષી નેતા બેની ગેન્ટ્ઝે પદ છોડવાની ધમકી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે નેતાન્યાહૂ સરકારે વચગાળાની વ્યવસ્થા ખતમ કરવી જોઈએ અને ટૂંક સમયમાં ચૂંટણી યોજીને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાનો રસ્તો સાફ કરવો જોઈએ. માત્ર એક મજબૂત સરકાર જ પેલેસ્ટાઈનની સમસ્યાનો ઉકેલ લાવી શકશે. ગેન્ટ્ઝે અગાઉ ગાઝા યુદ્ધ દરમિયાન નેતન્યાહુ સરકારના અનેક નિર્ણયોથી અસંતોષ વ્યક્ત કર્યો હતો.