ઈરાન-ઈઝરાયેલ તણાવની અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળશે, ૧ લાખને પાર કરશે

નવીદિલ્હી, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું હાલમાં ઓલ ટાઈમ હાઈ પર છે. ભારતીય બુલિયન માર્કેટ ટૂંક સમયમાં રૂ. ૧ લાખ સુધી પહોંચવાની આશા છે. લગ્નસરાની સિઝન પહેલા બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભવ આસમાનને આંબી જતા લોકોનો મોહભંગ થયો છે.સોનું ૭૩૧૭૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સર્વકાલીન ઉચ્ચ સ્તરે બંધ થયું હતું.

નિષ્ણાંતોનું કહેવું છે કે વિશ્વભરના વર્તમાન સંજોગોને જોતા સોનાના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થાય તેવા કોઈ સંકેત દેખાતા નથી. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. ગ્લોબલ ફર્મ ગોલ્ડમેનનો અંદાજ છે કે આ વર્ષના અંત સુધીમાં સોનું ઇં૨,૭૦૦ પ્રતિ ઔંસને પાર કરી શકે છે. અગાઉ આ અંદાજ ઇં૨,૩૦૦ હતો. તે જ સમયે, અન્ય કંપનીઓ ઇં૩૦૦૦નો અંદાજ લગાવી રહી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત પ્રતિ ઔંસ ૨,૪૨૪.૩૨ ડોલરના રેકોર્ડને પાર કરી ગઈ છે. માત્ર છેલ્લા સપ્તાહમાં જ તેમાં ચાર ટકાનો ઉછાળો આવ્યો છે અને તે અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. ચાંદીની કિંમત પણ ચાર ટકા વધીને ઇં૨૯.૬૦ પ્રતિ ઔંસ થઈ ગઈ છે, જે ૨૦૨૧ પછી સૌથી વધુ છે.

નિષ્ણાતોનું કહેવું છે કે તેની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે. દેશમાં સોનું ૭૩,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામને પાર પહોંચી ગયું છે, જે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે. ચાંદીના ભાવ પણ પ્રથમ વખત પ્રતિ કિલો રૂ. ૮૩ હજારને પાર કરી ગયા છે.

નિષ્ણાતોનો અંદાજ છે કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ઉછાળો આવશે તો આગામી વર્ષના શરૂઆતના મહિનામાં સ્થાનિક બજારમાં સોનું રૂ. ૧ લાખ પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે પહોંચી શકે છે. ચાંદી પણ એક લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.