
વોશિંગ્ટન : ઇરાનનાં પીઠબળવાળા આતંકી જૂથ કતૈવી હેઝબુલ્લાહનાં ઇરાક સ્થિત ત્રણ મહત્વનાં મથકો ઉપર અમેરિકાએ હવાઈ હુમલા કરી તે ધ્વસ કરી નાખ્યા છે. આ માહિતી આપતાં અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓરિએ એક નિવેદનમાં ગઇકાલે (મંગળવારે) જણાવ્યું હતું કે, ઇરાક અને સીરીયામાં રહેલી અમેરિકી અને સાથી દળોની ટુકડીઓ ઉપર તે આતંકી જૂથ તથા અન્ય આતંકીઓ દ્વારા પણ વારંવાર થઈ રહેલા હુમલાઓના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડે પણ એક નિવેદન પ્રસિદ્ધ કરી જણાવ્યું હતું કે, ઇરાક તથા સીરીયામાં રહેલા કે.એચ.નાં મુખ્ય મથકો તેમની સ્ટોરેજ ફેસીલીટી, રોકેટ્સ અને મિસાઇલ્સના ઉપયોગની તાલિમ આપવી, જગ્યાઓ અને યુએઈ સ્થાનો ઉપર ભારે હવાઈ હુમલાઓ કર્યા હતા.
અમેરિકાની વીજાણુ પ્રસારણ સંસ્થા સેન્ટ્રલ ન્યૂઝ નેટવર્ક સીએનએન જણાવે છે કે, અમેરિકાનાં વાયુ દળે પશ્ચિમ ઇરાકમાં આવેલા અલ ક્વાઈમ સહિત બે સ્થળોએ હુમલા કર્યા હતા. આ પૈકી એક મથક સીયાની સરહદ પાસે આવેલું છે. જયારે બીજું મથક બગદાદની દક્ષિણે, જર્ફ-અલ-સાખર પાસે આવેલું છે. જો કે, આ બંને મથકોનો લગભગ નાશ થઈ ગયો છે. આ સાથે ઓસ્ટિને તે હવાઈ હુમલા કરનારા પાયલોટસ અને તેમના સાથીઓનો આભાર માન્યો હતો અને તેમણે ચોકકસાઈપૂર્વક કરેલા હુમલાઓની પ્રશંસા કરી હતી.
લોઇડ ઑસ્ટીને વધુમાં જણાવ્યું હતું કે, અમારા અને અમારા સાથી રાષ્ટ્રોના સૈનિકોના રક્ષણ માટે અમે જરા પણ કચાશ રાખીશું નહીં કે ખચકાશું પણ નહીં. અમે તે પ્રદેશમાં સંઘર્ષ વધે તેમ ઇચ્છતા નથી, પરંતુ અમારા અને સાથી રાષ્ટ્રોના સૈનિકોને બચાવવા અમે સતત તૈયાર જ છીએ. અમે ઇરાનનાં પીઠબળવાળા જૂથોને અને ઇરાનને પણ આવા હુમલાઓ તુર્ત જ બંધ કરવા જણાવીએ છીએ.
અત્યારે પ્રાપ્ય અહેવાલો પ્રમાણે, તાજેતરમાં જ જે મિસાઇલ્સ હુમલા થયા હતા તે કરનાર કતૈબ-હેઝબુલ્લાહ જૂથ જ હતું તે સ્પષ્ટ થઈ ગયું છે. સામે અમેરિકા હવે જોરદાર હવાઈ હુમલા કરશે તે પણ નિશ્ચિત છે. ટુંકમાં મધ્ય પૂર્વ ભડકે બળી રહ્યું છે.