ઈરાનમાં ઓસ્કાર વિજેતા ફિલ્મની અભિનેત્રીની ધરપકડ, હિજાબ વિરોધી પ્રદર્શનનું સમર્થન કર્યું

તહેરાન,

ઈરાની અધિકારીઓએ દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનો વિશે જૂઠાણું ફેલાવવા બદલ દેશની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એકની ધરપકડ કરી છે. સરકારી મીડિયાએ આ જાણકારી આપી હતી. ઓસ્કાર વિજેતા ફિલ્મ ધ સેલ્સમેનની સ્ટાર તરનેહ અલીદુસ્તીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાના એક અઠવાડિયા પછી તેને કસ્ટડીમાં લેવામાં આવી છે.

અભિનેત્રીની પોસ્ટમાં અભિનેત્રીએ રાષ્ટ્રવ્યાપી વિરોધ દરમિયાન થયેલા કથિત ગુનાઓ માટે તાજેતરમાં મૃત્યુદંડની સજા પામેલા પ્રથમ વ્યક્તિ સાથે એક્તા વ્યક્ત કરી હતી. રાજ્ય મીડિયાની સત્તાવાર ચેનલ પર પ્રકાશિત અહેવાલો અનુસાર અલીદુસ્તીની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેણે જે દાવા કર્યા હતા તેના કોઈ પુરાવા તેની પાસે ન હતા કે ના તેણે રજૂ કર્યા હતા

ઈરાની અધિકારીઓએ દેશની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક તરનેહ અલીદોસ્તીની ધરપકડ કરી હતી. જે ઓસ્કાર વિજેતા ફિલ્મ ધ સેલ્સમેનની કલાકાર હતી. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્ટાર તરનેહ અલીદોસ્તીને એક અઠવાડિયા પછી અટકાયતમાં લેવામાં આવી હતી. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી જેમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ દરમિયાન થયેલા ગુનાઓ માટે તાજેતરમાં મૃત્યુદંડની સજા પામેલા વ્યક્તિને સમર્થન આપ્યું હતું.

આ ઉપરાંત કોર્ટ દ્વારા ભડકાઉ સામગ્રી પ્રકાશિત કરવા બદલ અન્ય ઘણી ઈરાની હસ્તીઓને સમન્સ મોકલવામાં આવ્યા હતા. રાજ્ય મીડિયાની સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર પ્રકાશિત અહેવાલો અનુસાર અલીદુસ્તીની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેણે તેના દાવાઓને સમર્થન આપવા માટે કોઈ દસ્તાવેજો આપ્યા ન હતા. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે તેનું નામ મોહસીન શેખરી છે. દરેક આંતરરાષ્ટ્રીય સંસ્થા જે આ ખૂનખરાબાને જોઈ રહી છે અને પગલાં નથી લઈ રહી તે માનવતા માટે કલંક સમાન છે.

સપ્ટેમ્બરમાં દેખાવો શરૂ થયા બાદ અલીદોસ્તીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિરોધીઓ સાથે એક્તા વ્યક્ત કરતી ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ કરી છે. જણાવી દઈએ કે અલી દોસ્તીને ઈન્સ્ટાગ્રામ પર ૮૦ લાખ લોકો ફોલો કરતા હતા. જેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ૧૬ સપ્ટેમ્બરે ૨૨ વર્ષની મહસા અમીનીના મોત બાદ ઈરાન વિરોધ પ્રદર્શનથી હચમચી ગયું છે.