ઈરાનમાં ૧૨૦૦ વિદ્યાર્થીઓનાં ખોરાકમાં ઝેર ભેળવાયું ? તમામ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાના હતા

ખારાઝમી,

ઈરાનની ખારાઝમી અને આર્ક યુનિવસટીઓ ઉપરાંત અન્ય ચાર સંસ્થાઓના વિદ્યાર્થીઓએ પણ યુનિવસટીમાં ભોજન લીધા બાદ આવી જ ફરિયાદ કરી હતી. તેના વિરોધમાં હવે ઈરાનની ઘણી યુનિવસટીઓના વિદ્યાર્થીઓ કાફેટેરિયાના ભોજનનો બહિષ્કાર કરી રહ્યા છે. નેશનલ સ્ટુડન્ટ યુનિયને પ્રશાસન પર વિદ્યાર્થીઓને જાણી-જોઈને ખરાબ ભોજન પીરસવાનો આરોપ લગાવ્યો છે.

ખારાજમી અને અરક યુનિવસટી સહિત અન્ય ચાર સંસ્થાઓના વિદ્યાર્થીઓએ યુનિવસટીઓમાં પીરસવામાં આવતા ભોજનનો બહિષ્કાર કર્યો હતો. અને તેને રસ્તા પર ફેંકી દીધો હતો. નેશનલ સ્ટુડન્ટ યુનિયને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇફહાન યુનિવસટીમાં પણ આવી જ ઘટનાઓ બની હતી. જ્યાં મોટાપાયે બાળકોને ફૂડ પોઇઝનિંગ યુક્ત ખોરાક આપવામાં આવ્યો હતો. પરંતુ વહીવટીતંત્રે ફૂડ પોઈઝનિંગનું કારણ બેક્ટેરિયાને જણાવ્યું છે.

ઈરાનમાં ૧૨૦૦ વિદ્યાર્થીઓ ખોરાકી ઝેરની અસરને કારણે બીમાર પડયા છે. આ તમામ વિદ્યાર્થીઓ ખારાઝમી અને આર્ક યુનિવસટીના છે. નોંધનીય છે કે આ તમામ વિદ્યાર્થીઓ સરકાર વિરોધી પ્રદર્શનમાં ભાગ લેવાના હતા. નેશનલ સ્ટુડન્ટ યુનિયને વિદ્યાર્થીઓને ઝેરી ખોરાક આપવાનો આરોપ લગાવ્યો છે.

ઈરાનની ખારાઝમી અને આર્ક યુનિવસટીઓ ઉપરાંત અન્ય ચાર સંસ્થાઓના વિદ્યાર્થીઓએ પણ યુનિવસટીમાં ભોજન લીધા બાદ આવી જ ફરિયાદ કરી હતી. તેના વિરોધમાં હવે ઈરાનની ઘણી યુનિવસટીઓના વિદ્યાર્થીઓ કાફેટેરિયાના ભોજનનો બહિષ્કાર કરી રહ્યા છે.૨૨ વર્ષીય ઈરાની યુવતી મહેસા અમીનીની મોરાલિટી પોલીસે યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. મોરાલિટી પોલીસ પર અમીનીના મૃત્યુનો આરોપ હતો. આ પછી દેશભરમાં સરકાર અને હિજાબ વિરુદ્ધ દેખાવો શરૂ થઈ ગયા.

ઘણી યુનિવસટીઓમાં મેડિકલ ક્લિનિક્સ બંધ થઈ ગયા છે અથવા ડિહાઈડ્રેશન અને ફૂડ પોઈઝનિંગ સંબંધિત રોગોની સારવાર માટે દવાઓનો સ્ટોક ખતમ થઈ ગયો છે. જે દર્શાવે છે કે ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી વિરોધને કચડી નાખવાનો આ જાણીજોઈને પ્રયાસ હોઈ શકે છે.

બુધવારથી ઈરાનમાં ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળ થવાની હતી. પરંતુ તેની એક રાત પહેલા જ આ પ્રદર્શનોમાં મોટા પાયે ભાગ લેનાર વિદ્યાર્થીઓની તબિયત લથડતા ઝેરી ખોરાક ખાવાથી ગભરાટ ફેલાયો છે.