ઈરાકમાં હવાઈ હુમલામાં આઇએસના ૭ આતંકવાદીઓ ઠાર

ઈરાકી સૈન્યએ શનિવારે જણાવ્યું હતું કે બગદાદની ઉત્તરે આવેલા સલાહુદ્દીન પ્રાંતમાં તેમના સ્થાનો પર બે હવાઈ હુમલામાં સાત ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ માર્યા ગયા હતા. સિક્યોરિટી મીડિયા સેલના એક નિવેદન મુજબ, ગુપ્ત માહિતીના આધારે ઇરાકી યુદ્ધ વિમાનો દ્વારા સંયુક્ત ઓપરેશનમાં પ્રાંતના ઉત્તરપૂર્વીય ભાગમાં પર્વતીય વિસ્તારમાં ૈંજીના સ્થાનો અને ઉગ્રવાદી આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી એક સુરંગ પર બે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

પ્રારંભિક અહેવાલો અનુસાર, હવાઈ હુમલામાં સાત આઇએસ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાં એક અગ્રણી વ્યક્તિનો સમાવેશ થાય છે, નિવેદનમાં બોમ્બ વિસ્ફોટનો સમય સ્પષ્ટ કર્યા વિના કહેવામાં આવ્યું છે.