ઇરાક અને સીરિયા પર તુર્કીયેની એર સ્ટ્રાઇક:આતંકવાદી અડ્ડાઓ પર બોમ્બ વરસાવ્યા, ઈસ્તાંબુલમાં હુમલાનો બદલો લીધો

ઈસ્તાંબુલ,

તુર્કી(જૂનું નામ તુર્કી)એ નોર્થ સીરિયા અને નોર્થ ઈરાકમાં પ્રતિબંધિત કુદશ આતંકવાદી ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો છે. આ ઠેકાણાઓ પરથી જ આતંકીઓએ ઈસ્તાંબુલ પર આતંકી હુમલાની યોજના બનાવી હતી. હુમલાની માહિતી તુર્કીના સંરક્ષણ મંત્રાલયે આપી છે. તુર્કીના ઈસ્તાંબુલમાં ૧૩ નવેમ્બરે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ૬ લોકોની મોત થઈ હતી. ૮૧ લોકો ઘાયલ થયા હતા. સરકારે કુદસ્તાન વર્કર્સ પાર્ટી અને સીરિયાઈ કુદશ રૂઁય્ મિલિશિયા સંગઠનનને જવાબદાર ઠેરવ્યા હતા. ઈસ્તાંબુલમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા કુદશ આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો છે.

તુર્કીએ અલ-બેલોનિયા અને દાહિર-અલ-અરબ ગામ પર હુમલો કર્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે, સરકારે ટ્વીટ કર્યું છે, જેમાં જોઈ શકાય છે કે આતંકવાદીઓના ઠેકાણા પર બે વિસ્ફોટ થાય છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે સચોટ હુમલાથી આતંકવાદીઓના ઠેકાણાઓ નષ્ટ થઈ ગયા.

ઈસ્તાંબુલમાં ૧૩ નવેમ્બરે બોમ્બ વિસ્ફોટ થયો હતો. ઘટનામાં પોલીસે ૨૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. અલ જઝીરાએ સૂત્રોના હવાલાથી પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે હુમલામાં ૩ લોકો સામેલ હતા. જેમાંથી એક મહિલા અને બે પુરૂષ હતા. વિસ્ફોટ સાંજે લગભગ ૪ વાગ્યાને ૧૫ મિનિટે થયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર એક મહિલા લગભગ ૪૦ મિનિટ સુધી બેસી રહી. ત્યાર પછી તે ત્યાં એક બેગ મૂકીને જતી રહી. થોડી મિનિટ પછી ત્યાં વિસ્ફોટ થયો. કહેવામાં આવી રહ્યું છે કે, તે બેગમાં બોમ્બ હતો.

ઈસ્તાંબુલ હુમલા પછી અમેરિકા અને તુર્કી ના સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે. તુર્કી સરકારે કહ્યું હતું કે, આ હુમલાની પાછળ કુર્દિશ આતંકવાદી સંગઠનનો હાથ હતો. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન ઘણી વખત ખુલ્લેઆમ કહી ચૂક્યા છે કે યુએસ સરકાર સીરિયામાં હાજર કુર્દિશ આતંકવાદીઓને હથિયારો પૂરા પાડે છે અને આ આતંકવાદીઓ સીરિયામાંથી તુર્કીમાં હુમલા શરૂ કરે છે. આ જ કારણ છે કે ઈસ્તાંબુલ હુમલા પછી જ્યારે રાજધાની અંકારામાં અમેરિકન દૂતાવાસે હુમલા પર શોક વ્યક્ત કર્યો ત્યારે તુર્કીના ગૃહમંત્રી સુલેમાન સોયલુએ કહ્યું- અમને તેમની શોકની જરૂર નથી. અમેરિકા કુદશ સંગઠનોને મદદ કરતું રહ્યું છે.