IPL ૨૦૨૦: બાયો સુરક્ષિત બબલમાં રહેનાર ખેલાડીઓને મળી શકે છે કવોરન્ટીનથી મુક્તિ

આવતા મહિને શરૂ થનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૦માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત હાલમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં વ્યસ્ત એવા ખેલાડીઓ પણ રમશે. નિયમો અનુસાર યુએઈ પહોંચ્યા બાદ તેઓને સાત દિવસ માટે કવોરન્ટીનમાં રહેવું પડશે. તેઓ બાયોસિક્યુરિટી બબલમાં જ રહે છે, તો કવોરન્ટીન પીરિયડથી બચી શકે છે. બીસીસીઆઈએ કવોરન્ટીન પીરિયડ ટાળવા માટે કડક નિયમો લાગુ કર્યા છે. હવે તે ફ્રેન્ચાઇઝ પર નિર્ભર છે કે શું તેઓ તેમના ખેલાડીઓને આ નિયમોનું પાલન કરાવી શકે છે કે નહીં. જો આ ખેલાડીઓ નિયમોનું પાલન કરે. એટલે કે, જો તેઓ બાયો-સિક્યુર બબલમાંથી બહાર ન આવે, તો તે સીધા તેમની સંબંધિત ટીમોમાં જોડાઈ શકે છે. દુબઇ પહોંચતા જ તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ જરૂર થશે. ઇંગ્લેંડ, ઓસ્ટ્રેલિયા અને સીપીએલમાં ભાગ લેનારા ખેલાડીઓ હોટલથી સીધા જ મેદાન પર પહોંચી રહૃાા છે. તેમને એરપોર્ટ ટર્મિનલ્સ અને ઇમિગ્રેશન જેવી અન્ય ઔપચારિકતાઓને પણ અનુસરવાની જરૂર નથી. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સ લંડનથી દુબઇ અથવા અબુ ધાબી અને સીપીએલના ખેલાડીઓ પણ અહીં ત્રિનિદાદથી પહોંચશે. આ માટે ચાર્ટર્ડ લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.


સીધા એરપોર્ટથી તમારી હોટલ પર પહોંચો. આઈપીએલ ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયાથી ૧૭ અને ઇંગ્લેન્ડના ૧૩ ખેલાડીઓ ભાગ લેશે. ઇંગ્લેંડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે, ત્રણ વનડે અને ૩ ટી-૨૦ મેચની શ્રેણી ૪ થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન ઇંગ્લેન્ડમાં રમાવવાની છે. સીપીએલ ૧૦ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.હજી સુધી, તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે, જો કવોરન્ટીન જરૂરી હોય તો શું તેમણે આઈપીએલની શરૂ આતી મેચો મિસ કરવી પડશે કે નહિ. જો આવું થાય, તો ફ્રેન્ચાઇઝને નુકસાન થશે. સ્ટીવ સ્મિથ, ડેવિન વોર્નર, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, કાયરન પોલાર્ડ, રાશિદ ખાન અને આન્દ્રે રસેલની ગેરહાજરી ફ્રેન્ચાઇઝ માટે નુકસાનની વાત છે. પરંતુ, જો તેઓ બાયો સુરક્ષિત બબલમાં રહે છે તો તેઓ તેને ટાળી શકે છે. આ પરિસ્થિતિમાં ફક્ત આરટી-પીસીઆર કરવામાં આવશે. અને તે પછી ખેલાડીઓ સીધા જ ટીમ સાથે કનેક્ટ થઈ શકશે.