
મુંબઇ, આ દિવસોમાં આઇપીએલની ૧૭ મી સીઝન ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૨૫ મેચ રમાઇ ચુકી છે ત્યારે ટી ૨૦ વલ્ડ કપની ૫ સીઝન પણ રમાનારી છે. એવામાં કેટલાક વિદેશી ખેલાડીઓ આઇપીએલને અધવચ્ચે છોડીને તેમની ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે. હાલમાં આ બાબતે કોઇ જાણકારી સામે આવી નથી.
૧૮ એપ્રિલ થી ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ૫ મેચોની ટી ૨૦ સીરીઝ રમાશે. જેના કારણે ન્યુઝીલેન્ડ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે. આ સીઝનની છેલ્લી મેચ ૨૭ એપ્રિલે રમાશે . આ પ્રવાસ દરમિયાન કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત હશે તો આઇપીએલ રમી રહેલા કેટલાક ખેલાડીને ન્યુઝીલેન્ડ બોર્ડ પાકિસ્તાન મોકલી શકે શક્યતા છે. ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન ગુજરાત ટાઇટન્સ ટીમના અને ડેરિલ મિશેલ,રચિન રવિન્દ્ર , મિશેલ સેંટર જે ચેન્નાઇ સુપર કિંગ્સનો હિસ્સો છે.
ઝિમ્બાવે અને બાંગ્લાદેશ વચ્ચે ૩ થી ૧૨ મે ની વચ્ચે ટી ૨૦ ઇંટરનેશનલ મેચો રમાશે. બાંગ્લાદેશના મુસ્તફિજુર રહમાન જે ચેન્નાઇ સુપર કિંગ્સનો હિસ્સો છે. તેના સિવાય ૧૦ થી ૧૪ મે ની વચ્ચે પાકિસ્તાન અને આર્યલેન્ડની વચ્ચે ૩ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોની સીરીઝ રમાનારી છે. આર્યલેન્ડના જોશુઆ જટિલ જે ગુજરાત ટાઇટન્સનો હિસ્સો છે. જ્યારે પાકિસ્તાનના ખેલાડિઓને આઇપીએલમાં સ્થાન નથી મળતુ.
મે ના છેલ્લા દિવસોમાં બાંગ્લાદેશની ટીમ યુએસએનો પ્રવાસ કરશે. આ દરમિયાન બે ટીમો વચ્ચે ૨૧ થી ૨૫ મેની વચ્ચે ૩ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ રમશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ મે ના ત્રીજા સપ્તાહમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ દરમિયાન બે ટીમો વચ્ચે ૪ ટી ૨૦ ઈન્ટરનેશનલ રમાશે. ઇંગ્લેન્ડના જોસ બટલર (આરઆર), રીસ ટોપીલ (આરસીબી),વિસ જેક્સ (આરસીબી),લિયામ લિવિંગસ્ટોન (પીબીકેએસ) મોઇન અલી (સીએસકે) ફિલ સોલ્ટ (કેકેઆર) સેમ કરન (પીબીકેએસ)અને જોની બેયરસ્ટો (પીબીકેએસ) વગેરે ખેલાડીઓ આ આઇપીએલમાં રમી રહ્યા છે.