અમદાવાદ,અમદાવાદમાં આઈપીએલ શરૂ થાય તે પહેલા જ ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા રેકેટનો પીસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. દૂધેશ્ર્વર ઓફિસમાં રેડ કરી સટ્ટાના પૈસા મેનેજમેન્ટ કરતા ચાર આરોપીની ધરપકડ કરી છે. રેડ દરમિયાન ૧૮૦૦ કરોડથી વધારેના પૈસાના વ્યવહાર મળી આવ્યા છે. ઈન્ટરનેશનલ એકાઉન્ટ મેનેજ કરાતુ હોવાનુ સામે આવ્યુ છે. ઓનલાઈન સટ્ટો રમાડવા અને બેંક એકાઉન્ટ મેનેજમેન્ટ કરવા ઓફિસ રાખી હતી. ૫૦૦થી વધારે એકાઉન્ટ મળી આવ્યા છે. ૧૦૦ જેટલા સીમકાર્ડ અને મોબાઈલ મળી આવ્યા છે. આ સાથે લાખોનો મુદ્દામાલ પીસીબીને ટીમે પકડ્યો છે.