આઇપીએલ રસિયાઓ માટે અમદાવાદમાં મેટ્રોનો ટાઈમ લંબાવાયો, સ્પેશિયલ ટિકિટ બહાર પડાઈ

અમદાવાદ, આજથી ઈન્ડિયન પ્રિમિટર લીગ ૨૦૨૪ નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે મેચ રમાવાની છે. તા. ૨૪ નાં રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાનાર છે. મેચને લઈ મેટ્રોનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ૨૪ અને ૩૧ મી માર્ચ તથા ૪ એપ્રિલ ના રોજ યોજાનારી આગામી આઇપીએલ ૨૦૨૪ ક્રિકેટ મેયોને ધ્યાનમાં રાખીને, ય્સ્ઇઝ્ર એ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના ૬.૨૦ વાગ્યાથી રાત્રિના ૧૨ વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલ આઇપીએલ મેચોના દિવસોમાં પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે. સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ નીચે મુજબ છે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાંજે અમદાવાદ આઈટીસી નર્મદા હોટલ પર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું હોટલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના પૂર્વ કેપ્ટન હાદક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની આગેવાનીમાં કરશે. મેચને લઈ ગુજરાત ટાઈટન્સની ટીમે અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ૨૧ માર્ચે અમદાવાદ પહોંચી હતી.