Ipl ની ફાઇનલ : ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ફાઇનલ રમાશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ફાઇનલ મેચ ગઈકાલે 28 મે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની હતી, પરંતુ સતત વરસાદના કારણે આ મેચ રમાઈ ન હતી, આઈપીએલની ફાઈનલ મેચમાં વરસાદ વિલન બન્યો હતો. અમદાવાદમાં ભારે વરસાદ કારણે આ મેચ રમાઈ શકી ન હતી, આ ફાઈનલ મેચ હવે આજે 29 મે રમાશે. IPL 2023નો ફાઈનલ મુકાબલો ગઈકાલે કેન્સલ કરવામાં આવ્યો હતો અને આજે 29 મેના રોજ આ મેચ ખેલાશે જ્યારે દર્શકોને ટિકિટ સાચવી રાખવા અપીલ કરાઇ હતી.ક્રિકેટ પ્રેમીઓની આશા પર પાણી ફેરવી દીધું હતું.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં તા. 28 અને 29 એમ બે દિવસ કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી. જે આગાહીને પગલે ગઈકાલે અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.ભાવનગરના સિહોર પંથકમાં બપોર બાદ વાતાવરમાં પલ્ટો આવ્યો હતો અને તોફાની પાવનો વાતા મીની વાવાઝોડું ફૂંકાયું હોય તેવી સ્થિતિ સર્જાયો હતો. વધુમાં સિહોર, ટાણા, વરાલ પંથકમાં ભારે પવન સાથે મીની વાવાઝોડું ત્રાટક્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. પરિણામે અનેક વૃક્ષો ધરાશયી થયા હતા. વરસાદ પણ વેરી બનતા ખેડૂતો વાવાઝોડાને લઇને ચિંતિત બન્યા હતા. હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગેની આગાહીને પગલે ગઈકાલે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યું હતું. બોડકદેવ, ઈસનપુર, શાહપુર,જશોદાનગર હાટકેશ્વર, બોપલ, ઘુમા, શીલજ, જીવરાજપાર્ક, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વાડજ, અખબારનગર, RTO સર્કલ, ચાંદખેડા, વસ્ત્રાલ, ખાડિયા, મણિનગર,રાયપુરમાં વરસાદ પડતા માર્ગો પરથી પાણી ચાલતા થયા હતા.