મુંબઇ,ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ૨૦૨૩ની શરૂઆત ૩૧ માર્ચથી શરૂ થવાની છે એટલે કે હવે તેની શરૂઆત થવામાં માત્ર ૨ જ દિવસ બચ્યા છે. તેને લઈને બધી ટીમો પોત પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે. તો આ તૈયારીઓ વચ્ચે ખેલાડીઓનો પોતાની ટીમો સાથે જોડાવાનો સિલસિલો ચાલી રહ્યો છ. જો કે, આ બધા વચ્ચે ક્રિકેટની આ મોટી લીગની શરૂઆત અગાઉ કેટલીક ટીમો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આઇપીએલન્ની શરૂઆતી મેચોમાં કેટલાક ખેલાડી એક્શનમાં નજરે નહીં પડે.
રિપોર્ટ મુજબ,આઇપીએલની ૧૬મી સીઝનની શરૂઆતી મેચોમાં દક્ષિણ આફ્રિકન ટીમના ખેલાડી રમતા નજરે નહીં પડે. દક્ષિન આફ્રિકન ટીમે આ મહિનાની અંતમાં નેધરલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝ રમવાની છે. દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે આ સીરિઝ ૩૧ માર્ચથી ૨ એપ્રિલ વચ્ચે રમાશે. દક્ષિણ આફ્રિકન ટીમના દૃષ્ટિકોણથી આ સીરિઝ ખૂબ મહત્ત્વપૂર્ણ છે કેમ કે જો દક્ષિણ આફ્રિકાએ ભારતમાં થનારા વર્લ્ડ કપ ૨૦૨૩માં સુધા ક્વાલિફાઈ કરવું હોય તો તેમને આ સીરિઝ કોઇ પણ પરિસ્થિતિમાં જીતવી જ પડશે.
આ કારણે આ મહત્ત્વપૂર્ણ સીરિઝને જોતા ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જાણકારી આપી દીધી છે કે આ સીરિઝમાં ટીમના મોટા ખેલાડીઓની જરૂરિયાત છે. એવામાં દક્ષિણ આફ્રિકન ટીમના ખેલાડીઓ આ સીરિઝ બાદ આઇપીએલમાં પોત પોતાની ટીમો સાથે જોડાઈ શકશે. દક્ષિણ આફ્રિકન ટીમના ખેલાડીઓ આઇપીએલની શરૂઆતી મેચોમાં ન આવવાથી મોટું નુક્સાન સનરાઇઝર્સ હૈદરાબાદને થશે. ટીમનો કેપ્ટન એડેન માર્કરમ સિવાય હેનરિક ક્લાસેન અને માર્કો જેનસેન જેવા સ્ટાર ખેલાડી સનરાઇઝર્સ હૈદરાબાદમાં સામેલ છે. એવામાં તેમનું ન હોવું ટીમ માટે મોટું નુક્સાન હોય શકે છે અને હવે જોવાનું એ પણ રહેશે કે આ ટીમ માટે શરૂઆતી મેચોમાં કેપ્ટન્સી કોણ કરે છે.
દક્ષિણ આફ્રિકન ખેલાડી ન હોવાથી આ ટીમોને થઇ શકે છે નુક્સાન:
સનરાઇઝર્સ હૈદરાબાદ: એડેન માર્કરમ, હેનરિક ક્લાસેન, માર્કો જેનસન
દિલ્હી કેપિટલ્સ : એનરિક નોર્ત્જે, લુંગી એનગિડી
મુંબઈ ઇન્ડિયન્સ : ટ્રિસ્ટન સ્ટબ્સ અને સંભવત: ડેવાલ્ડ બ્રેવિસ
ગુજરાત ટાઈટન્સ: ડેવિડ મિલર
લખનૌ સુપર જાયન્ટ્સ : ક્વિન્ટન ડી કોક
પંજાબ કિંગ્સ : કાગીસો રબાડા.
આઇપીએલ ફેન્સમાં ચર્ચા ચાલી રહી છે કે આ વખતે આઇપીએલમા દર વખત જેવી મજા નહીં આવે કારણ કે સારા-સારા મોટા ખેલાડીઓ આ વખતે આઇપીએલમાં દેખાવાના નથી, જેમાં જસપ્રીત બૂમરાહ, રિષભ પંત, શ્રેયસ ઐયર, જોની બેરિસ્ટો, રિચર્ડસન, કાઇલ જેમિસન જેવા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થાય છે.