મુંબઇ, ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આ સિઝનની ટોપ-૪ ટીમો મળી છે. ગુજરાત ટાઇટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સે શાનદાર પ્રદર્શન કરીને પોઈન્ટ ટેબલના ટોપ-૪માં આવી ગઈ છે. આ સાથે જ ૬ ટીમો લીગ સ્ટેજથી આગળ વધી શકી નથી. જો કે આ ૬ ટીમોમાંથી ૭ ભાવિ સ્ટાર્સ સામે આવ્યા છે જેમણે પોતાના પ્રદર્શનથી ઘણા સારા રેકોર્ડ્સ બનાવ્યા છે અને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવાની રેસમાં જોડાઈ ગયા છે. જણાવી દઈએ કે આ ખેલાડીઓમાં ૪ બેટર્સ અને ૩ બોલર છે. ચાલો જાણીએ કોણ છે..
કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન રિંકુ સિંહે ગુજરાત સામે ૫ બોલમાં ૫ સિક્સર ફટકારી હતી ત્યાર બાદથી રિંકુ સિંહ ચર્ચામાં આવ્યો છે. આ સિઝનમાં આન્દ્રે રસેલના ખરાબ ફોર્મ બાદ ૨૫ વર્ષીય રિંકુ સિંહે કોલકાતા માટે ફિનિશરની જવાબદારી સંભાળી હતી. જણાવી દઈએ કે ૨૦૧૮મા આઇપીએલમાં ડેબ્યૂ કરનાર રિંકુએ આ સિઝનમાં KKR માટે સૌથી વધુ ૪૭૪ રન બનાવ્યા છે.
૨૧ વર્ષની યશસ્વી જયસ્વાલની રમત જોયા બાદ ઘણા ક્રિકેટ એક્સપર્ટસ અને દિગ્ગજો તેને ભારતીય ટીમનો ભાવિ સ્ટાર ગણાવ્યો છે. યશસ્વીએ આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા અને આ સાથે જ તેને સદી પણ ફટકારી હતી. આવનારા સમયમાં યશસ્વી જયસ્વાલ ટીમ ઈન્ડિયા તરફથી શુભમન ગિલ સાથે ઓપનિંગ કરતી જોવા મળી શકે છે.
આઇપીએલ ૨૨ વર્ષના પ્રભસિમરન સિંહ ૨૦૧૯ થી ૨૦૨૨ સુધી પ્રભસિમરન માત્ર ૬ મેચ રમી શક્યો હતો પણ આ સિઝનમાં તેને ૧૪ મેચ રમી હતી. તેને આ સિઝનમાં એક સદી સાથે ૩૫૮ રન બનાવીને ઘણું સારું પ્રદર્શન બતાવ્યું હતું. પંજાબ કિંગ્સના ખેલાડી જીતેશ શર્મા ૨૦૧૭માં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. જો કે તેને પંજાબ કિંગ્સ માટે ૨૦૨૨માં તેની પ્રથમ આઇપીએલ મેચ રમી હતી. ૨૯ વર્ષના જીતેશે આ સિઝનમાં ૧૨ મેચમાં ૧૫૬થી વધુના સ્ટ્રાઈક રેટથી ૨૩૪ રન બનાવ્યા છે. જીતેશે વિકેટ કીપિંગની સાથે ફિનિશરની ભૂમિકા પણ ભજવી હતી. જણાવી દઈએ કે જાન્યુઆરી ૨૦૨૩માં શ્રીલંકા સામે સીરિઝ પહેલાસંજુ સેમસન બહાર થયો હતો ત્યારે જિતેશ શર્માને ભારતની T20I ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પણ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી.
હૈદરાબાદ ટીમના મયંક માર્કંડેએ આ સિઝનમાં ઘણું સારું પ્રદર્શન બતાવ્યું હતું. ટીમ તરફથી ભુવનેશ્ર્વર કુમાર બાદ માર્કંડેએ સૌથી વધુ વિકેટ લીધી હતી. તેને ૨૦૧૮માં આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. ૨૦૧૮માં માર્કંડેએ ૧૪ મેચમાં ૨૧ વિકેટ લીધી હતી અને આ સિઝનમાં માર્કંડેની ૧૦ મેચમાં ૧૨ વિકેટ છે. જણાવી દઈએ કે માર્કંડેએ ભારતીય ટીમ તરફથી ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયા સામે ટી૨૦ મેચ રમી છે. જોકે આ પછી તેને તક મળી ન હતી.
આરસીબીના ફાસ્ટ બોલર વિજય કુમાર વૈશાખે શાનદાર બોલિંગ કરીને ૭ મેચમાં ૯ વિકેટ ઝડપી હતી. વૈશાખ કર્ણાટક માટે ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમે છે. તે મોહમ્મદ સિરાજની જેમ ટીમ ઈન્ડિયામાં સામેલ થવાની ક્ષમતા ધરાવે છે.૨૦ વર્ષના યુવા બોલરે આ સિઝનમાં કોચ અને ફેન્સને ચોંકાવી દીધા હતા. જમણા હાથના લેગ-સ્પિનરે ૧૧ મેચમાં ૧૦ વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાને હંમેશા રિસ્ટ સ્પિનરની જરૂર હોય છે, તેથી જો સુયશ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો દેખાવ કરે તો તે જલ્દી જ ઈન્ડિયા-છ ટીમનો ભાગ બની શકે છે.