મુંબઇ,
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ૨૦૨૩નું બ્યુગલ વાગી ગયું છે ત્યારે આ વખતે મિનિ ઓક્શન માટે ૪૦૫ ખેલાડીનું શોર્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આ તમામ ખેલાડી પર ૧૦ ફ્રેન્ચાઈઝી બોલી લગાવવામાં આવશે. આ ઓક્શન કોચીમાં ૨૩મી ડિસેમ્બરના બપોરના ૨.૩૦ વાગ્યાના સુમારે ચાલુ થશે. આ વખતની મિનિ ઓક્શન માટે ૭૧૪ ભારતીય સહિત કુલ ૯૯૧ ક્રિકેટર્સનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તેમાંથી તમામ ૧૦ ફ્રેન્ચાઈઝીઝે ૩૬૯ પ્લેયર્સને શોર્ટ લિસ્ટ કર્યાં હતા, પરંતુ ૩૬ એડિશનલ પ્લેયર્સને સામેલ કરવાની માગણી કરવામાં આવી હતી.
શોર્ટ લિસ્ટમાં તૈયાર કરવામાં આવેલા ખેલાડીમાં અંજિક્ય રહાણે, મયંક અગ્રવાલ, જો રુટ, કેન વિલિયમસન, શાકિબ અલ હસન, બેન સ્ટોક્સ, ઈશાન શર્મા, સેમ કરન, લિટન દાસ, જેસન હોલ્ડર વગેરે ખેલાડીના નામ છે. ગઈ સિઝનમાં વિલિયમસને સનરાઈઝર્સ હૈદરાબાદ અને મયંક અગ્રવાલે પંજાબ કિંગ્સનું કેપ્ટનપદે રહ્યાં હતા. એ જ રીતે કુલ ૪૦૫ ખેલાડીના ઓક્શન માટે બીસીસીઆઈને શોર્ટ લિસ્ટ કર્યાં છે, જેમાં ૨૭૩ પ્લેયર ભારતીય છે, જ્યારે ૧૩૨ ખેલાડી વિદેશી છે જેના પર ફ્રેન્ચાઈઝીઝ બોલી લગાવશે. ૧૦ ફ્રેન્ચાઈઝી પાસે ખેલાડીને ખરીદવા માટે ૮૭ સ્લોટ ખાલી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટન કેન વિલિયમસન અને નિકોલસ પુરનને ઘરે મોકલી દીધા છે, જ્યારે જેસન હોલ્ડરને લખનઊ અને મયંક અગ્રવાલને પંજાબ કિંગ્સ ઈલેવનમાંથી રિલીઝ કર્યાં છે, જેના માટે ખરાબ પ્રદર્શન જવાબદાર હોવાનું કહેવાય છે.