મુંબઇ, આઈપીએલ શરુ થવામાં હવે ખુબ ઓછો સમય વયો છે. આ વચ્ચે ટૂર્નામેન્ટની ઓફિશિયલ ડિજીટલ સ્ટ્રીમિંગ પાર્ટનર જિયો સિનેમાએ પોતાની કોમેન્ટ્રી ટીમની જાહેરાત કરી દીધી છે. આ વખતે હરિયાણીમાં પણ કોમેન્ટ્રી સાંભળવા મળશે. વીરેન્દ્ર સહેવાગ હરિયાણીમાં કોમેન્ટ્રી કરતો જોવા મળશે. પૂર્વ ક્રિકેટર અજય જાડેજા ગુજરાતીમાં કોમેન્ટ્રીમાં ડેબ્યુ કરનાર છે, જિયો સિનેમા પર હિન્દી અને અંગ્રેજી સહિત કુલ૧૨ ભાષામાં કોમેન્ટ્રી સાંભળવા મળશે.
જેમાં અંગ્રેજી સિવાય હિન્દી તેમજ મરાઠી, ગુજરાતી, ભોજપુરી, પંજાબી, બંગાળી, તમિલ,તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષા પણ સામેલ છે. જ્યારે આ વખત હરિયાણી ભાષાનું કોમેન્ટ્રીમાં ડેબ્યું છે.લોક્સભાની ચૂંટણીને લઈ બીસીસીઆઈએ હજુ ૨૧ મેચનું જ શેડ્યુલ જાહેર કર્યું છે. આ વચ્ચે કોમેન્ટ્રી પેનલની પણ જાહેરાત કરી દીધી છે. જેમાં અંગ્રેજી અને હિન્દી કોમેન્ટ્રી માટે અનેક દિગ્ગજોને જવાબદારી સોંપી છ. આ લિસ્ટમાં ભારતીય ખેલાડીઓ સિવાય વિદેશી દિગ્ગજોના નામ સામેલ છે.
આઈપીએલ શરુ થવાને માત્ર હવે ૨ દિવસનો સમય બાકી છે. ૨૨ માર્ચથી ટૂર્નામેન્ટની ૧૭મી સીઝન શરુ થશે, પહેલી મેચ ગત્ત વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી દીધી છે. જેમાં સુનીલ ગાવસ્કર અને હરભજન સિંહ જેવા દિગ્ગજોના નામ સામેલ છે.
આપણે આઈપીએલમાં ગુજરાતી કોમેન્ટ્રીની વાત કરીએ તો ગુજરાતીમાં અજય જાડેજા, મનપ્રીત જુનેજા, રાકેશ પટેલ, ભાર્ગવ ભટ્ટ, શેલ્ડન જૈક્સન, અતુલ બેડાડે, આરજે અસીમ, તો આ વખતે હરિયાણી અને ભોજપુરીની કોમેન્ટ્રી લોકોને પેટ પકડીને હસાવશે.