IPL પર મોટા સમાચાર, ફિક્સિંગના આરોપમાં 2 ખેલાડીને સસ્પેંડ કરાયા

એક તરફ જ્યાં ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન UAE માં આયોજિત થવાની છે. આ વચ્ચે UAE માંથી એક સનસનીખેજ સામે આવી રહી છે. UAE માં બે ખેલાડીઓને એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે ICC ભ્રષ્ટાચાર વિરોધી કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપમાં સસ્પેંડ કરી દીધુ છે. બોર્ડે આ કાર્યવાહી આમિર હયાત અને અશફાક અહમદ પર કરી છે. આ બંને ખેલાડીઓને આરોપોના જવાબ આપવા માટે 2 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

કોણ છે આમિર હયાત અને અશફાક અહમદ?

આમિર હયાચ પાકિસ્તાનના લાહોરમાં જન્મેલા છે, પરંતુ ક્રિકેટ UAE તરફથી રમે છે. હયાતે UAE માટે 9 વન-ડે અને 4 T-20 મેચમાં હાજરી આપી છે. જેમાં હયાતે 11 વનડે અને 6 T-20 વિકેટ હાંસલ કરી છે.

UAE માટે 16 વન-ડે અને 12 T-20 મેચ રમ્યા

અશફાક અહમદની વાત કરીએ તો આ ખેલાડીનો જન્મ પણ પાકિસ્તાનના લાહોરમાં થયો છે અને તેમણે પણ UAE માટે 16 વન-ડે અને 12 T-20 મેચ રમ્યા છે. વન-ડેમાં આ બેટ્સમેનને 21.50ની સરેરાશથી 344 રન બનાવ્યા છે. T-20માં તેમને બેટથી 238 રન નીકળ્યા હતા. અશફાકના નામે ઈંટરનેશનલ ક્રિકેટમાં કુલ 5 અર્ધસદી છે

અશફાક અને આમિર હયાત પર શુ છે આરોપ

આ બંને ખેલાડીઓને ICC ના એન્ટી કરપ્શનના 5 નિયમોનુ ઉલ્લંઘનનો આરોપી મળી આવ્યો છે. તેના ઉપર પૈસા અથવા ગિફ્ટ લઈને મેચના પરિણામ પ્રભાવિત કરવાનો ગંભીર લાગ્યો છે.મતલબ બંને પર ફિક્સિંગનો સનસનીખેજ આરોપ લાગ્યો છે. તપાસમાં આ બંને ખેલાડી પોતાના પૈસા અને ગિફ્ટની જાણકારી આપી શકતા નથી.

UAE ના ખેલાડીઓની મેચ ફિક્સિંગમાં દોષિત મળી આવવુ કોઈ નવી વાત નથી. છેલ્લા વર્ષે UAE ના ત્રણ ખેલાડીઓને ફિક્સિંગમાં દોષિત મળી આવ્યા હતા. અને તેમને સસ્પેંડ કરી દેવામાં આવ્યા હતા. મોહમ્મદ નવીદ, શૈમાન અનવર અને કાદર અહમદને ICCના ભ્રષ્ટાચાર ગતિવિધિયોમાં સંલિપ્ત મળી આવવા પર સસ્પેન્ડ કરી દીધા છે.