આજે અમદાવાદમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ફિવર છવાયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાવાની હતી. જોકે, મેચ શરૂ થાય તે પહેલા જ વરસાદનું વિઘ્ન નડ્યું. અમદાવાદમાં મોડી સાંજે અચાનક કાળા વાદળો ઘેરાતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતા સ્ટેડિયમ બહાર ઉભેલા લોકોમાં ભારે દોડધામ મચી હતી. વરસાદથી બચવા લોકો મેટ્રો ટ્રેનના પિલ્લર નીચે ઉભા રહી ગયા હતા. જોકે, ક્રિકેટ રસિકો હજી પણ આશા ધરાવે છે કે કદાચ વરસાદ રોકાય અને આજે મેચ જોવા મળે. જેને લઇને ચાલુ વરસાદ વચ્ચે પણ હજારો લોકો સ્ટેડિયમમાં હાજર છે.વરસાદ પડતા લોકો રેમ્પ નીચે જવું પડ્યું.
નરેન્દ્ર મોદી સ્ટેડિમયમાં ફાઇનલ મેચ જોવા આવેલા લોકો બપોરથી જ સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી લીધો હતો. સાંજે અચાનક વરસાદ પડતા લોકો રેમ્પ નીચે જવું પડ્યું હતું. લોકો પોતાની જગ્યા છોડી અને બ્લોકના રેમ્પ પાસે ઉભા રહ્યા છે. ચારે બાજુ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ છતાં ક્રિકેટ રસિકોમાં વરસાદમાં પલળતા પણ સ્ટેડિયમની અંદર જતા જોવા મળ્યા હતા.