આઇપીએલમાં રમવાનો કોઈ ફાયદો થતો નથી : બાબર આઝમ

મુંબઇ,

ઇન્ડિયન પ્રીમિયર લીગ દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. માત્ર ભારત જ નહીં આખી દુનિયાના ખેલાડીઓને તેનાથી ફાયદો મળ્યો છે. પૈસા હોય કે અવસર, ખેલાડીઓને આ લીગમાં બંને વસ્તુ મળે છે અને આ કારણે મોટા ભાગના ખેલાડીઓની પસંદગીની લીગ છે, પરંતુ પાકિસ્તાની ખેલાડીઓની એવી સ્થિતિ નથી. તેમણે ઘણી વખત તેને લઈને જેલસી ભરેલા નિવેદન આપ્યા છે, જેમાં નવું નામ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમનું જોડાઈ ગયું છે. બાબર આઝમે આઇપીએલને લઈને હેરાનીભર્યું નિવેદન આપ્યું છે.

બાબર આઝમ હાલમાં પાકિસ્તાન સુપર લીગ રમી રહ્યો છે, જ્યાં તે પેશાવર જાલ્મીની કેપ્ટન્સી કરે છે. આ ટીમના પૉડકાસ્ટમાં બાબરે આઝમે બિગ બેશ લીગ ને આઇપીએલથી સારી ગણાવી છે. તેનું કહેવું છે કે આઇપીએલથી ખેલાડીઓને કોઈ ફાયદો થતો નથી. મજાની વાત એ છે કે, બાબર આઝમ પોતે ક્યારેય બિગ બેશ લીગ રમ્યો નથી, છતા આ તેની પસંદગીની લીગ છે આઇપીએલ વિરુદ્ધ ઝેર ઓક્તા બાબર આઝમે કહ્યું કે, મને આઇપીએલથી વધુ બિગ બેશ લીગ પસંદ છે આઇપીએલમાં એશિયન કન્ડિશન જ મળે છે, પરંતુ બિગ બેશ લીગમાં પીચ અલગ હોય છે.

તે આગળ બોલ્યો-ખૂબ તેજીથી હોય છે, જ્યાં રમવાથી ઘણું શીખવાનું મળે છે. બાબર આઝમનું આ નિવેદન ભારતીય ફેન્સને પસંદ આવ્યું નથી અને તેમણે ખૂબ ખરું ખોટું સંભળાવી દીધું છે. તેમણે બાબર આઝમને ટ્રોલ કરતા કહ્યું કે, પાકિસ્તાની ખેલાડી આઇપીએલ રમવા માટે મરે છે. પાકિસ્તાની ખેલાડી આઇપીએલમાં નહીં રમી શકે, વર્ષ ૨૦૦૮ની સીઝનમાં પહેલી વખત અને છેલ્લી વખત પાકિસ્તાની ખેલાડીઓને આ લીગમાં હિસ્સો લેવાનો ચાંસ મળ્યો હતો, પરંતુ રાજનીતિક સંબંધોમાં તણાવ આવવાના કારણે પાકિસ્તાનને આઇપીએલમાં બેન કરી દેવામાં આવ્યું. ત્યારબાદ જ રહી રહીને પાકિસ્તાની ખેલાડી આઇપીએલ પર નિશાનો સાધતા રહે છે, માત્ર ખેલાડી જ નહીં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ એમ જ કરે છે.

બાબર આઝમે જ્યારથી ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું છે, પાકિસ્તાની ટીમ ભારતમાં બેન છે એટલે કે તે ભારતમાં આવીને ક્યારેય ક્રિકેટ રમ્યો નથી. એવામાં તે ભારતીય પીચની કન્ડિશનને કઈ રીતે જાણે છે, એ પોતાની જાતમાં મોટો સવાલ છે. બાબરે પહેલા તો આઇપીએસની કન્ડિશન અને પોતાના દેશ બાબતે વિચારવું જોઈએ. જ્યાં સ્થિતિઓ વિકરાળ થઈ રહી છે. પીએસએલમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. બાબરનું આ નિવેદન બતાવે છે કે આઇપીએલ ન રમી શકવાનો ગુસ્સો તે આ પ્રકારે નિવેદન આપીને કાઢી રહ્યો છે.