- આઇપીએલમાં ૧૫૦ વિકેટ અને ૧૦૦૦ રન બનાવનાર જડ્ડુ ત્રીજો ખેલાડી.
ચેન્નાઇ, ચેન્નાઇ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મંગળવારે આઇપીએલમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ ક્વોલિફાયર ૧ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રમાઈ હતી. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ પોતાની ૧૫૦ વિકેટ લેવાનું કારનામો કર્યો છે. જણાવી દઇએ કે, તે પહેલો લેફ્ટ આર્મ સ્પિનર છે જેણે આઇપીએલમાં ૧૫૦ વિકેટનો આંકડો પાર કર્યો છે. જાડેજાએ ૨૨૫ મેચમાં આ જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો છે.
આઇપીએલ ૨૦૨૩નો પ્લેઓફ સ્ટેજ શરૂ થઈ ગયો છે. જેમા મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ૧૫૦ વિકેટનો જાદુઈ આંકડો સ્પર્શ કર્યો છે. તે પહેલો લેટ આર્મ સ્પિનર છે, જેણે આઇપીએલમાં ૧૫૦ વિકેટનો આંકડો પાર કર્યો છે. તેના સિવાય કોઈ લેફ્ટ આર્મ સ્પિનર ૧૨૫ વિકેટના આંકડાને પણ સ્પર્શી શક્યો નથી. અક્ષર પટેલનું નામ રવિન્દ્ર જાડેજા પછી છે, જેણે ૧૦૦થી વધુ વિકેટ લીધી છે. આ સિવાય આપને જણાવી દઇએ કે, જાડેજા ૧૫૦ની સાથે આઇપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ઓલરાઉન્ડર બની ગયો છે. તે આઇપીએલમાં ૧૫૦ વિકેટ અને ૧૦૦૦ રન બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.
આ યાદીમાં ત્રીજા નંબરે રવિન્દ્ર જાડેજાનું નામ સામેલ થયું છે. રવીન્દ્ર જાડેજાએ આઇપીએલ ૨૦૨૩ ક્વોલિફાયર-૧માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે શાનદાર બોલિંગ કરી. તેણે ૪ ઓવરમાં માત્ર ૧૮ રન આપીને બે મહત્વની વિકેટ લીધી હતી. આ બે વિકેટ સાથે રવિન્દ્ર જાડેજાએ આઇપીએલમાં કુલ ૧૫૧ વિકેટ ઝડપી છે. વળી, તેણે આઇપીએલમાં અત્યાર સુધીમાં ૪,૪૫૭ રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજા આઇપીએમાં ૧૦૦૦ રન અને ૧૫૦થી વધુ વિકેટ ઝડપનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. રવિન્દ્ર જાડેજા પહેલા સુનીલ નારાયણે આવો કારનામો કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીએ આઇપીએલમાં કેકેઆર તરફથી રમતા અત્યાર સુધીમાં ૧૦૪૬ રન અને ૧૬૩ વિકેટ ઝડપી છે. વળી, તેના પહેલા અને આવો પ્રથમ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ અને ચેન્નઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ખેલાડી ડ્વેન બ્રાવોના નામે હતો. બ્રાવોએ તેની આઇપીએલ કારકિર્દીમાં કુલ ૧૫૬૦ રન બનાવ્યા હતા અને ૧૮૩ વિકેટ પણ લીધી હતી.
આઇપીએલમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે છે. ચહલે ૧૪૫ મેચમાં ૧૮૭ વિકેટ લીધી છે. બીજા નંબર પર ડ્વેન બ્રાવો છે. તેઓ હવે નિવૃત્ત થયા છે. બ્રાવોએ ૧૬૧ મેચમાં ૧૮૩ વિકેટ લીધી છે. ત્રીજા નંબર પર પિયુષ ચાવલા છે જેણે ૧૭૯ મેચમાં ૧૭૭ વિકેટ લીધી છે. ચોથા નંબર પર અમિત મિશ્રા છે જેણે ૧૬૧ મેચમાં ૧૭૩ વિકેટ લીધી છે.