ચેન્નાઇ, આઇપીએલ ૨૦૨૪માં ચેન્નઈની ટીમ પોતાની ૧૦મી મેચમાં પંજાબને ટક્કર આપી રહી છે. આ મેચમાં એક વાર ફરી ચાહકો ધોનીની બેટિંગના નજારાને એન્જોય કરતા નજર આવ્યાં પરંતુ ઈનિંગના અંતમાં એક એવી ઘટના જોવા મળી. જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. ચાહકો અને કોમેન્ટ્રેટરો ધોનીથી નારાજ નજર થયા છે આ ઘટના ઈનિંગની અંતિમ ઓવરની છે જ્યારે ધોનીએ ડેરિલ મિચેલને ક્રીજથી પરત કર્યો હતો.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આઇપીએલ ૨૦૨૪માં ધોની તાબડતોડ બેટિંગ કરતો નજર આવ્યો પરંતુ પંજાબ સામે ચેપોકમાં માહીનું બેટ શાંત નજર આવ્યું. અંતિમ ઓવરના પહેલા બોલ પર ધોનીએ ચોગ્ગો ફટકારી શાનદાર શરૂઆત કરી. બીજા બોલ પર જ તેમણે શાનદાર શોટ માર્યો પરંતુ બોલ બાઉન્ડ્રી સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યો. આ દરમિયાન મિચેલ સિંગલ માટે દોડ્યો પરંતુ ધોનીએ તેને પાછો મોકલ્યો.જોકે ધોનીએ મિચેલને પાછો મોકલતા ટીવી પર કોમેન્ટેટરો પણ નારાજ થયા હતાં ઇરફાન પઠાણે કહ્યું હતું કે ધોનીએ આમ કરવું જોઇએ નહીં મિચેલ આંતરરાષ્ટ્રીય ખેલાડી છે ત્યારે ધોનીએ આમ કર્યું તે યોગ્ય નથી જોકે અંતિમ ઓવરમાં ધોનીએ એક ચોગ્ગો અને એક સિક્સરની મદદથી કુલ ૧૧ રન બનાવ્યાં. ડેરિલ મિચેલને સ્ટ્રાઈક ન આપવાને લઈને ધોનીથી ચાહકો નારાજ છે અને સોશિયલ મીડિયા પર ભડાસ કાઢતા નજર આવી રહ્યાં છે.
ઈરફાન પઠાણને ધોનીની આ વાત પસંદ ન આવી, તેણે કોમેન્ટ કરતાં કહ્યું, ‘હું આની વિરુદ્ધ છું, બીજો છોકરો પણ રમવા આવ્યો છે. બીજો છોકરો પણ રન બનાવી શકે છે. આ એક ટીમ ગેમ છે જે અન્ય છોકરો પણ કરી શકે છે.ઈરફાન પઠાણ ધોની પર ગુસ્સે થયો કારણ કે ડેરેલ મિશેલ ધોની સાથે રમી રહ્યો હતો. આ એક એવો ખેલાડી છે જે મોટી સિક્સર મારી શકે છે અને તેથી જ ચેન્નાઈએ આ ખેલાડી પર ૧૪ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. પરંતુ અહીં એક પાસું એ છે કે ધોનીએ આ ટુર્નામેન્ટમાં કેટલાક શોટ રમ્યા છે, તેનો સ્ટ્રાઈક રેટ પણ ૨૦૦થી વધુ છે. પરંતુ મોટી વાત એ છે કે ધોની પોતે પંજાબ સામે ઝડપી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. પંજાબ સામે ધોનીએ ૧૧ બોલમાં માત્ર ૧૪ રન બનાવ્યા, તેનો સ્ટ્રાઈક રેટ ૧૨૭.૨૭ હતો. આ ઉપરાંત તે પોતે પણ છેલ્લા બોલ પર રનઆઉટ થયો હતો. અંતે ટીમ મેચ પણ હારી ગઈ હતી.
દરમિયાન આઇપીએલ ૨૦૨૪માં ધોનીએ ૭ ઈનિંગમાં આઉટ થયાં નથી પરંતુ ૮મી ઈનિંગમાં તેણે પોતાની વિકેટ ગુમાવી. ધોનીની વિકેટ કોઈ પણ બોલરના ખાતામાં આવી નહીં. ઈનિંગના અંતિમ બોલ પર ધોની બે રન કરવાના ચક્કરમાં રન આઉટ થઈ ગયો. ૧૬૩ રનના લક્ષ્યનો પીછો કરતાં પંજાબે પણ શ્રેષ્ઠ શરૂઆત કરી છે.