
મુંબઇ, લેખક ફરાઝ એહસાનની બુક ફર્સ્ટ કોપીએ ક્રિકેટની સૌથી મશહુર ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ચાલતા સટ્ટાને સંપૂર્ણ દેખાડશે. આ સમગ્ર કેસમાં ગુજરાતનું કનેક્શન પણ જોવા મળશે. તેના પુસ્તકમાં નકલી આઈપીએલની સ્ટોરી છે, આ એક એવો કિસ્સો બન્યો છે જેમાં આંતરરાષ્ટ્રીય બુકીઓ સાથેની મિલીભગત પણ સામે આવી છે. હવે આ પુસ્તક પર ફિલ્મ બનવા જઈ રહી છે. નિર્માતા લેખક અને દિગ્દર્શક જયપ્રદ દેસાઈએ ફરાઝ એહસાનના પુસ્તક ‘ફર્સ્ટ કોપી’ પર ફિલ્મ બનાવવાનું કામ હાથમાં લીધું છે.
તેમણે ફિલ્મ કોણ છે પ્રવીણ તાંબે ? થી ચર્ચામાં આવ્યો જયપ્રદની વેબ સીરિઝ મુખબિર પણ ખુબ ચર્ચામાં રહી હતી. તેમની વધુ એક ફિલ્મ ફિર આઈ હસીન દિલરુબા ટુંક સમયમાં જ નેટલિક્સ પર રિલીઝ થશે.સૂત્રોનું કહેવું છે કે, જયાપ્રદની આ ફિલ્મ નકલી આઇપીએલ કૌભાંડની રોમાંચક સ્ટોરીને અનોખી રીતે જણાવશે. આ કૌભાંડને ક્રિકેટ ઈતિહાસના સૌથી મોટા કૌભાંડ તરીકે યાદ કરવામાં આવે છે.
જાણકારી મુજબ જયપ્રદ દેસાઈની નકલી આઈપીએલ કૌભાંડ પર બનવા જઈ રહેલી આ ફિલ્મની સ્ટોરી હુસૈન દલાલ અને અબ્બાસ દલાલે સાથે મળીને લખી છે. આ બંન્ને ભાઈ બોલિવુડમાં ૨ સ્ટ્રેટ્સ , યે જવાની હૈ દિવાની અને બ્રહમા જેવી ફિલ્મ લખવા માટે જાણીતો છે. બંનેએ એમેઝોન પ્રાઇમ વિડિયો સિરીઝ ‘ફર્ઝી’ પણ લખી છે. ભુવન બામની સીરિઝ ‘તાજા ખબર’માં પણ આ બંનેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.નકલી આઈપીએલ કૌભાંડ પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ ટુંક સમયમાં શરુ થશે. જેના નિર્માતા આ ફિલ્મને આવતા વર્ષ રિલીઝ કરવાની યોજના છે. બોલિવુડના એક મોટા હીરોને ફિલ્મમાં લીડ રોલ કરવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.