
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 215 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેન્નાઈ તરફથી રૂતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ઓપનિંગમાં આવ્યા છે. જોકે વરસાદ શરૂ થઈ જતા કવર્સ લગાવ્યા હતા. હવે પિચ ઇન્સ્પેક્શન 10:45 વાગે થયો હતો. અમ્પાયર્સે ઇન્સ્પેક્શન કર્યું હતું. પણ હવે નવો ઇન્સ્પેક્શન ટાઇમ 11:30 વાગે થયો હતો. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 12:10 વાગે ગેમ ફરી શરૂ થશે અને ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો રિવાઇસ્ડ ટાર્ગેટ મળ્યો છે.