આઇપીએલ ચેમ્પિયન સીએસકે પર થયો પૈસાનો વરસાદ,ચેન્નાઈ સુપર કિંગ્સને ૨૦ કરોડ રૂપિયા મળ્યા

  • રનર અપ ટીમ ગુજરાત ટાઈટન્સને ૧૨.૫૦ કરોડ રૂપિયા મળ્યા. ગુજરાત ટાઈટન્સના ખેલાડી શુભમન ગિલને ઓરેન્જ કેપ અને મોહમ્મદ શમીને પર્પલ કેપ મળી.

અમદાવાદ : ઈન્ડિયન પ્રીમીયર લિગ (આઇપીએલ) ૨૦૨૩ ની આખરે સોમવારે સમાપ્તિ થઈ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને પાંચ વિકેટથી હરાવી દીધુ. મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ૧૫ ઓવરોમાં જીત માટે ૧૭૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે તેણે છેલ્લા બોલે મેળવી લીધો. ફાઈનલ મેચ બાદ એવોર્ડ સમારોહનું પણ આયોજન થયું હતું. જેમાં ચેમ્પિયન અને રનર અપ ટીમો પર પૈસાનો વરસાદ થયો. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવ્યા. વિજેતા ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને ૨૦ કરોડ રૂપિયા મળ્યા જ્યારે રનર અપ ટીમ ગુજરાત ટાઈટન્સને ૧૨.૫૦ કરોડ રૂપિયા મળ્યા. ગુજરાત ટાઈટન્સના ખેલાડી શુભમન ગિલને ઓરેન્જ કેપ અને મોહમ્મદ શમીને પર્પલ કેપ મળી.

આઈપીએલ ૨૦૨૩માં ટોપ ચાર ટીમો

વિજેતા ટીમ- ચેન્નાઈ સુપર કિંગ્સ- ૨૦ કરોડ રૂપિયા મળ્યા,રનર અપ ટીમ- ગુજરાત ટાઈટન્સ- ૧૨.૫ કરોડ રૂપિયા,ત્રીજા નંબરની ટીમ- મુંબઈ ઈન્ડિયન્સ- ૭ કરોડ રૂપિયા,ચોથા નંબરની ટીમ- લખનઉ સુપર જાયન્ટ્સ- ૬.૫ કરોડ રૂપિયા,

આઈપીએલ ૨૦૨૩માં આ ખેલાડીઓ પર પણ થયો પૈસાનો વરસાદ: સીઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ)- મોહમ્મદ શમી ૨૮ વિકેટ (૧૦ લાખ રૂપિયા),- સીઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) શુભમન ગિલ (૧૦ લાખ રૂપિયા),- ઈમજગ પ્લેયર ઓફ ધ સીઝન- યશસ્વી જયસ્વાલ (૧૦ લાખ રૂપિયા),- સીઝનમાં સૌથી વધુ છગ્ગા- (૧૦ લાખ રૂપિયા),- ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન- ગ્લેન મેક્સવેલ (૧૦ લાખ રૂપિયા),- ગેમ ચેન્જર ઓફ ધ સીઝન- શુભમન ગિલ (૧૦ લાખ રૂપિયા),- પેટીએમ ફેરપ્લે એવોર્ડ- દિલ્હી કેપિટલ્સ,- કેચ ઓફ ધ સીઝન- રાશિદ ખાન (૧૦ લાખ રૂપિયા),- મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર- શુભમન ગિલ (૧૦ લાખ રૂપિયા),- રૂપે ઓન ધ ગો-૪જ ઓફ ધ સીઝન- શુભમન ગિલ ( ૧૦ લાખ રૂપિયા),- લોંગેસ્ટ સિક્સ ઓફ ધ સીઝન- ફાફ ટુ પ્લેસિસ (૧૦ લાખ રૂપિયા),- પિચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ- વાનખેડે સ્ટેડિયમ અને ઈડન ગાર્ડન્સ (૫૦ લાખ રૂપિયા)

આઈપીએલ ૨૦૨૩ ફાઈનલમાં એવોર્ડ જીતનારા પ્લેયર

ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઓફ ધ મેચ- અજિંક્ય રહાણે,- ગેમ ચેન્જર ઓફ ધ મેચ- સાઈ સુદર્શન,- મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધ મેચ- સાઈ સુદર્શન,- લોંગેસ્ટ સિક્સ ઓફ ધ મેચ- સાઈ સુદર્શન,- રૂપે ઓ ધ ગો-૪જ ઓફ ધ મેચ- સાઈ સુદર્શન,- પ્લેયર ઓફ ધ મેચ- ડેવોન કોન્વે,- એક્ટિવ કેચ ઓફ ધ મેચ- એમએસ ધોની

આઈપીએલ ૨૦૨૩માં સૌથી વધુ રન: શુભમન ગિલ- ગુજરાત ટાઈટન્સ- ૮૯૦ રન,- ફાફ ડુ પ્લેસિસ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- ૭૩૦ રન- ડેવોન કોન્વે – ચેન્નાઈ સુપર કિંગ્સ- ૬૭૨ રન,- વિરાટ કોહલી- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – ૬૩૯ રન,- યશસ્વી જયસ્વાલ- રાજસ્થાન રોયલ્સ- ૬૨૫ રન,આઈપીએલ ૨૦૨૩માં સૌથી વધુ વિકેટ,- મોહમ્મદ શમી- ગુજરાત ટાઈટન્સ- ૨૮ વિકેટ,- મોહિત શર્મા- ગુજરાત ટાઈટન્સ- ૨૭ વિકેટ,- રાશિદ ખાન- ગુજરાત ટાઈટન્સ- ૨૭ વિકેટ,- પીયુષ ચાવલા- મુંબઈ ઈન્ડિયન્સ- ૨૨ વિકેટ,- યુજવેન્દ્ર ચહલ- રાજસ્થાન રોયલ્સ- ૨૧ વિકેટ