આઈપીએલ -૨૦૨૪માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ

મુંબઈ: આઈપીએલ -૨૦૨૪માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. હૈદરાબાદમાં ગુરુવાર સાંજથી રાત સુધી વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં અમ્પાયરોએ બંને કેપ્ટન સાથે ચર્ચા કર્યા બાદ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો.

હૈદરાબાદ પ્લેઑફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની હતી. હવે ટીમ ૧૯ મેના રોજ રમાયેલી પ્રથમ મેચમાં પંજાબને હરાવીને માત્ર ૧૭ પોઈન્ટ સુધી પહોંચી શકશે. બીજી તરફ ગુજરાતની સતત બીજી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ગુજરાત ૧૪ મેચ બાદ માત્ર ૧૨ પોઈન્ટ સુધી પહોંચવામાં સફળ રહ્યું છે.

શુભમન ગીલની કપ્તાનીવાળી ગુજરાતની ટીમ પહેલાથી જ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. ગુજરાતની ટીમની આ સતત બીજી મેચ છે જે વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ ભારે વરસાદને કારણે ટોસ વગર જ રદ કરવામાં આવી હતી.અગાઉ અમદાવાદમાં ૩૧ માર્ચે ગુજરાત અને હૈદરાબાદની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ગુજરાતની ટીમ ૭ વિકેટે જીતી હતી. હૈદરાબાદની ટીમે અત્યાર સુધી ૧૩માંથી ૭ મેચ જીતી છે અને ૫માં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ વરસાદથી ધોવાઈ ગઈ છે. આ રીતે, જીઇૐ ટીમ ૧૫ પોઈન્ટ સાથે ચોથાથી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તે પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ પણ બની ગઈ છે.

બીજી તરફ ગુજરાતની ટીમ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેણે અત્યાર સુધીમાં ૧૪માંથી ૫ મેચ જીતી છે, ૭માં હાર અને ૨ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે. આ રીતે, ગુજરાતની સફર ૧૨ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ૮માં સ્થાને રહીને સમાપ્ત થઈ ગઈ છે. ગુજરાતની આ છેલ્લી મેચ હતી.

તમને જણાવી દઈએ કે આઈપીએલ માં ગુજરાતની ટીમની આ માત્ર ત્રીજી સિઝન છે. તેણે ૨૦૨૨ની સિઝનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલમાં ૫ મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતે ૩ અને સનરાઇઝર્સ હૈદરાબાદે ૧ જીત મેળવી હતી. વરસાદના કારણે એક મેચ અનિણત રહી હતી.

હૈદરાબાદ ફજ ગુજરાત સામ-સામે

કુલ મેચો: ૫

ગુજરાત જીત્યું: ૩

હૈદરાબાદ જીત્યું: ૧

અનિણત: ૧

હૈદરાબાદ ટીમ

સનરાઈઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન (વિકેટમાં), અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, સનવીર સિંહ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્ર્વર કુમાર, જયદેવ ઉનડકટ, વિજયકાંત વ્યાસકાંત અને ટી નટરાજન.

ગુજરાત ટાઇટન્સ:

શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, ડેવિડ મિલર, મેથ્યુ વેડ (વિકેટકીપર), રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, ઉમેશ યાદવ, મોહિત શર્મા અને કાર્તિક ત્યાગી.