આઇપીએલ ૨૦૨૩ થી આરસીબી બહાર થતા મુંબઈ નહીં લખનૌમાં ઢોલ-નગારાનો આનંદ! સોશિયલ મીડિયા પર લેવાઈ રહી છે ખૂબ મજા

મુંબઇ, આઇપીએલ ૨૦૨૩ ની પ્લેઓફ માટે ચાર ટીમો ક્વોલિફાય થઈ ચુકી છે. લીગ તબક્કાની અંતિમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ સામે બેંગ્લુરુમાં મેચ રમાઈ રહી હતી. વિરાટ કોહલીએ સદી ફટકારવા બાદ પણ બેંગ્લોરને જીત નસીબ થઈ શકી નહોતી. આમ બેંગ્લોરની ટીમની સફર સિઝનમાં રવિવારે જ સમાપ્ત થઈ ચુકી હતી. ગુજરાતના યુવા ઓપનર શુભમન ગિલે શાનદાર અણનમ સદી નોંધાવીને ટીમને જીત અપાવી હતી. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ પ્લેઓફના ચોથા સ્થાને મેળવી શકી હતી. આ દરમિયાન નવીન ઉલ હકે એક ઈન્સ્ટા સ્ટોરી શેર કરી હતી.

નવીન ઉલ હકે તો બેંગ્લોરની હારના સમયે જ ઈન્સ્ટા સ્ટોરી નાંખીને નામ લીધા વિના નિશાન તાકી લીધુ હતુ. પરંતુ સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોએ પણ ખુબ જ મજા લીધી હતી. લોકોએ વિડીયો શેર કર્યા હતા અને લખનૌમાં કેવો માહોલ હશે એને લઈ મજા લેતા વિડીયો પણ શેર કર્યા હતા.

એક ચાહકે તો સોશિયલ મીડિયા પર એવો વિડીયો શેર કર્યો હતો કે, જેમાં કેટલાક બાળકો ઢોલ અને નગારાના તાલ પર નાચી રહ્યા છે. ઠુમકા લગાવીને નાચતો આ વિડીયો શેર કરતા ગૌતમ ગંભીર અને નવીન ઉલ હકના નામ કેપ્શનમાં લખીને ઈશારો કર્યો હતો કે, કેવો માહોલ હશે.

બીજો એક વિડીયો શેર સોશિયલ મીડિયા પર શેર થયો હતો, જેમાં નાગિન ડાન્સના ગીત પર બે યુવકો ડાન્સ કરી રહ્યા છે. જેના પર કેપ્શન લખી હતી કે, ગંભીર હાલમાં નવીન ઉલ હક અને ગૌતમ.

નવીન ઉલ હકે સ્વીટ મેંગોને લઈ એક ઈન્સ્ટા સ્ટોરી શેર કરી હતી, ત્યારથી જ કેરીને લઈ મીમ્સ શેર થવા લાગ્યા હતા. કોહલીની સદી પર પણ નવીન સામે કોહલીના ચાહકોએ કેરીના મીમ્મ વડે નિશાન તાક્યા હતા. પરંતુ લીગ તબક્કો પૂર્ણ થયા બાદ ગંભીર અને નવીન તરફ ઈશારો કરતો કેરી ખાતા બે યુવકોનો વિડીયો શેર એક યુઝરે શેર કર્યો હતો.

વિરાટ કોહલીએ સિઝનમાં પ્રદર્શન સારુ કર્યુ હતુ. તેણે બે સદી બેક ટુ બેક જમાવી હતી. કોહલીના પ્રદર્શને પ્રભાવિત કર્યા પરંતુ તે બેંગ્લોરેન પ્લેેઓફમાં પહોંચાડી શક્યો નહોતો. કોહલીએ આઈપીએલ ૨૦૨૩ ની સિઝનમાં અનેક રેકોર્ડ પોતાના નામે પણ કર્યા હતા.