આઇપીએલ ૨૦૨૩ની ઓપનિંગ સેરેમનીમાં તમન્ના ભાટિયા રંગ જમાવશે

મુંબઇ,બોલિવૂડ અભિનેત્રીઓ કૃતિ સેનન, કિયારા અડવાણી અને ગાયક એપી ઢિલ્લોન ડબ્લ્યુપીએલની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરતા જોવા મળ્યા હતા.આઇપીએલ ૨૦૨૩ ૩૧ માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં પણ કેટલાક ફિલ્મ સ્ટાર્સ પોતાનો રંગ જમાવશે. ફિલ્મ અભિનેત્રી તમન્ના ભાટિયા અને પ્રખ્યાત ગાયક અરિજીત સિંહ પણ જાદુ ફેલાવશે. આઈપીએલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા બંને સ્ટાર્સના પોસ્ટર શેર કરીને આ માહિતી આપવામાં આવી છે.આઇપીએલ ૨૦૨૩ની ઓપનિંગ સેરેમની સાંજે ૬ વાગ્યે યોજાશે, જેમાં તમન્ના હાજરી આપશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. અરિજીત સિંહ ક્રિકેટના સૌથી મોટા તહેવારની ઉજવણી કરવા માટે હાજર રહેશે અને પોતાના અવાજનો જાદુ ચલાવશે. નોંધપાત્ર વાત એ છે કે તે બોલિવૂડના પ્રખ્યાત અને મોટો ગાયક છે. તેણે પોતાના અવાજથી લોકોને દિવાના બનાવ્યા છે અને હવે તે આઇપીએલની ઓપનિંગ સેરેમનીમાં પણ રંગ જમાવશે.

આઈપીએલના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ માહિતી સામે આવતા જ બંનેના ચાહકો ઉત્સાહિત થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે, પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે. જો આપણે તમન્ના ભાટિયા અને અરિજિત સિંહની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો તમન્નાએ વર્ષ ૨૦૦૫માં ફિલ્મ ચાંદ સા રોશન ચેહરાથી ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તેણે ઘણી ફિલ્મો કરી હતી. તેની આગામી ફિલ્મ બોલે ચૂડિયાં છે, જેમાં તે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળશે. અરિજિતે મર્ડર ૨ ફિલ્મના ગીત ફિર મોહબ્બતથી તેની શરૂઆત કરી હતી. અને તે પછી તેના ઘણા ગીતો હિટ થયા છે. તેણે શાહરૂખની તાજેતરની ફિલ્મ પઠાણના ગીત ઝૂમે જો પઠાણને પણ પોતાનો અવાજ આપ્યો છે.