
અમદાવાદ,ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની ૧૬મી સિઝનની આજે શરૂઆત થઇ છે.મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની ઓપનિંગ સેરેમની યોજાઇ હતી અંદાજે ૧.૧૫ લાખ દર્શકોએ સ્ટેડિયમ પહોંચ્યા હતાં આ સોરેમનીને મંદિરા બેદીએ હોસ્ટ કરી હતી.ઓપનિંગ સેરેમનીની શરૂઆત બોલિવિડ સિંગર અરિજીત સિંહના પરફોર્મન્સથી થઇ હતી તેણે કેસરિયા,લેહરા દો,અપના બના લે,ઝુમે જો પઠાણ,ચડયા ઇશ્ક કા ભુત અને શુભનલ્લાહ જેવા ગીતો પર પરફોર્મ કર્યું હતું. પરફોર્મ દરમિયાન દર્શક પોત પોતાની બેઠકો પર ઉભા થઇ ગયા હતાં અરિજીત સિંહે નિયમિત પોતાની સુપર હિટ ગીતોને એક પછી એક ગાયા હતાં.અરિજિંત બોલીવુડ અભિનેત્રી તમમન્ના ભાટિયા અને રશ્મિકા મંધાનાએ પણ મિશ્રિત ગીતો પર પોતાનું પરફોર્મેંસ કર્યું હતું દર્શકો સ્ટેડિયમમાં ઝુમી ઉઠયા હતાં.
બોલિવુડ અભિનેત્રી તમન્ના ભાટિયા,રશ્મિકા મંદાનાએ પણ પરફોર્મન્સ કર્યું હતું સેરેમની દરમિયાન ૧૫૦૦ જેટલા ડ્રોન મારફત આઇપીએલ ૨૦૨૩ના કપની કૃતિ આકાશમાં બનાવવામાં આવી હતી.અભિનેત્રી રશ્મિકાં મંદાનાએ શ્રીવલ્લી નાટુ નાટુ અને ધોલીડા જેવા ગીતો પર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું ત્યારબાદ અભિનેત્રી તમન્ના ભાટિયાએ તુને મારી એન્ટ્રીયા અને છોગાડા તારા જેવા ગીતો પર પાંચ મિનિટ સુધી ડાન્સ કર્યો હતો.હાર્દિક પંડયા ગાયક અરિજીત સિંહના ગીતમાં નાચતો જોવા મળ્યો હતો અરિજીત સિંહ જયારે ગીત ગાઇ રહ્યો હતો ત્યારે હાર્દિક બાઉન્ડ્રીની નજીક હતો તેણે અરિજીતના ગીતોનો આનંદ ઉઠાવ્યો હતો.આઇપીએલમાં ચાર વર્ષ બાદ ઓપનિંગ સેરેમની થઇ હતી અને ત્રણ વર્ષ બાદ ટુર્નામેન્ટ હોમ અને અવે ફોર્મેટમાં રમાશે એટલે કે ટીમો પોતાના હોમગ્રાઉન્ડ પર સાત લીગ મેચ રમશે અને લીગની બાકીની મેચો સામેની ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમશે.પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઇ સુપર કિંગ્સ અને હાર્દિક પંડયાના નેતૃત્વવાળી ગુજરાત ટાઇન્ટસ વચ્ચે રમાઇ હતી. હાર્દિક પંડયાએ ટોસ જીત્યો હતો અને બોલીંગ પસંદ કરી હતી જયારે ચેન્નાઇને બેટીંગ આપી હતી.
આજની મેચની તમામ ટિકિટો વેચાઇ ગઇ છે જેમાં ૧.૧૫ લાખ પ્રેક્ષકની ક્ષમતા ધરાવતુ સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું જોવા મળ્યું હતું. બપોરે ૩.૩૦ વાગ્યાથી લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનું શરૂ થઇ ગયું હતું એન્ટ્રી શરૂ થતાં જ મેચને લઇ ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.જયારે મેટ્રો ટ્રેનો અને બીઆરટીએસની બસોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. બપોરે ૨ વાગ્યાથી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો હતો.
આઇપીએલ ૨૦૨૩માં કુલ ૭૦ લીગ મેટો અને ચાર પ્લેઓફ મેચો હશે જો મેચોની વાત કરીએ તો કોઇ દિવસ બે મેચ અને કોઇ દિવસ એક મેચ રમાશે ૫૯ દિવસમાં કુલ ૧૮ ડબલ હેડર મેચ રમાશે આઇપીએલમાં હિન્દી અંગ્રેજી સહિત ૧૨ ભાષામાં કોમેન્ટ્રી થશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીસીસીઆઇના અયક્ષ રોજન બિન્ની ,સચિવ જય શાહ સહિત અનેક મોટા અધિકારીઓ હાજર રહ્યાં હતાં.