IPL 2020ની ફાઇનલમાં દિલ્હીને પછાડી મુંબઈ ઇન્ડિયન્સની 157 રને શાનદાર જીત

IPLની 13મી સીઝનની ફાઈનલ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દાવમાં દિલ્હી કૈપિટલ્સે 20 ઓવરમાં 156 રન બનાવીને મુંબઈ ઈન્ડિયન્સને 157 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો.

મુંબઈની ઈનિંગ

157 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈની શરૂઆત સારી રહી હતી. 45 રન પર મુબઈની પ્રથમ વિકેટ પડી હતી. 12 બોલમાં 20 રન બનાવી ડિકોક સ્ટોઈનિસની ઓવરમાં કેચ આઉટ થયો હતો.

રોહિત માટે સૂર્યકુમારે બલિદાન આપ્યું

11મી ઓવરમાં મુંબઈની 90 રને બીજી વિકેટ પડી હતી. 19 રન પર સૂર્યકુમાર રન આઉટ થયો હતો. 11 ઓવરના પાંચમાં બોલ પર સૂર્યકુમારે ના પાડી હોવા છતાં રોહિત રન માટે દોડી નોનસ્ટ્રાઈક પર પહોંચી ગયો, રોહિતને બચાવવા માટે સૂર્યકુમાર ક્રિઝ બહાર નિકળી ગયો હતો અને રન આઉટ થયો હતો.

દિલ્હીની ઈનિંગ

પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાને 156 રન બનાવ્યા છે. દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ બોલ પર જ વિકેટ પડી હતી. ગત મેચમાં સારુ પ્રદર્શન કરનાર સ્ટોઈનિસ શૂન્ય રને આઉટ થયો હતો. બોલ્ટે મુંબઈને પ્રથમ સફળતા અપાવી હતી. ત્રીજી ઓવરમાં દિલ્હીની બીજી વિકેટ પડી હતી. રહાણે બોલ્ટની ઓવરમાં 2 રને આઉટ થયો હતો.

ધવન ફાઈનલમાં નિષ્ફળ

દિલ્હી વતિ સૌથી વધારે 618 રન બનાવનાર ધવન ફાઈનલમાં ફેઈલ રહ્યો હતો. તે માત્ર 15 રન બનાવી આઉટ થયો હતો. ધવન જયંત યાદવની ઓવરમાં બોલ્ડ થયો હતો. IPLની આ સીઝનમાં સૌથી વધારે રન બનાવવામાં કેએલ રાહુલ 670 રન સાથે ટોપ પર અને ધવન બીજા નંબરે છે.

અય્યર-પંતે ઈનિંગને સંભાળી

22 રનમાં ત્રણ વિકેટ પડ્યા પછી શ્રેયસ અય્યર અને પંતે દિલ્હીની ઈનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે 96 રનની ભાગીદારી થઈ હતી. 38 બોલમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 56 રન બનાવી પંત આઉટ થયો હતો. આ સીઝનમાં પંતની આ પ્રથમ ફિફ્ટી હતી. નાથન કૂલ્ટર-નાઈલે તેની વિકેટ લીધી હતી.

અય્યરની સીઝનમાં 16મી ફિફ્ટી

આ સીઝનમાં અય્યરે 16મી ફિફ્ટી ફટકારી હતી. લડાયક બેટિંગ કરી તે ટીમને સન્માનજનક સ્કોર પર લઈ ગયો હતો. તે 50 બોલમાં 2 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 65 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. 20મી ઓવરના અંતિમ બોલ પર રબાડા શૂન્ય રને રન આઉટ થયો હતો. મુંબઈ વતી બોલ્ટે 3 વિકેટ, નાથન કૂલ્ટર-નાઈલ 2 વિકેટ અને યાદવે 1 વિકેટ લીધી હતી.