આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ-2023: ગરબાડા માધ્યમિક શાળા ખાતે યોજાયો કૃષિ મેળો-વ-પરિસંવાદ

  • રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષ સ્થાને ગરબાડા ખાતે કૃષિ મેળો યોજાયો.

દાહોદ, ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ -2023 અંતર્ગત જાડા ધાન્ય પાકો અને પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે તાલુકા કક્ષાનો કૃષિ મેળો વ પરિસંવાદ કાર્યક્રમ ગરબાડાના માધ્યમિક શાળા ખાતે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષસ્થાને યોજાયો.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, મિલેટસ વર્ષની ઉજવણીમાં ભારતના યોગદાન વિશે જણાવી વડાપ્રધાનના મિલેટસનો વધુમાં વધુ ઉપયોગ થાય અને દેશના નાગરિકોની તંદુરસ્તી જળવાય તેવા આહવાન ને ધ્યાને લઈ પ્રત્યેક વ્યક્તિને ખોરાકમાં મિલેટ્સનો વધુમા વધુ ઉપયોગ કરવા જણાવ્યુ હતું.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, જાડા ધાન્યના ઉપયોગથી આપણે આવનારી પેઢીઓને ઘણી બધી બિમારીઓથી બચાવી શકીએ છીએ તેમ જણાવી પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં સહભાગી બની સૌને પ્રાકૃતિક કૃષિ અપનાવવા જણાવ્યું હતું.

મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે લાભાર્થી ખેડૂતોને સહાય ચુકવણી અને પૂર્વ મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યાં હતાં. જેની મંત્રી એ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે, જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ મયૂરભાઈ, જીલ્લા પંચાયત ના સભ્ય ઓ, જીલ્લા ખેતીવાડી અધિકારી પ્રથિક દવે, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.ડી.એલ.પટેલ, સહિત વરિષ્ટ વૈજ્ઞાનિકો ઓ સહિત ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.