આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે રશિયાના પૂર્વ વડા પ્રધાનની ધરપકડ માટે વૉરંટ જાહેર કર્યું

આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે રશિયાના પૂર્વ વડા પ્રધાન સર્ગેઈ શોઇગુ અને સેના પ્રમુખ વેલેરી ગેરાસિમોવની ધરપકડ માટે વૉરંટ જાહેર કર્યું હતું. તેમના પર યુદ્ધ અને યુક્રેનમાં માનવતા વિરોધ ગુનાના આરોપો છે. બંને પર રહેણાંક વિસ્તારો અને વીજળી નેટવર્ક પર મિસાઇલ હુમલાના આદેશ આપવાનો આરોપ છે.રશિયા આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટનું સભ્ય નથી. રશિયાએ આ વૉરંટને રદિયો આપતા કહ્યું કે આ વૉરંટનું કોઈ મહત્ત્વ નથી.જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે જાહેર કરેલા વૉરંટ દર્શાવે છે કે રશિયાને તેના ગુનાઓની સજા મળશે.ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે યુદ્ધના ગુનામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડ માટે પણ વૉરંટ જાહેર કર્યુ હતું.