આંતરરાજ્ય અને રાજ્યમાં ધરફોડ ચોરીના મુખ્ય વોન્ટેડ આરોપીને એલ.સી.બી. પોલીસે ઝડપ્યો

દાહોદ,રાજ્ય તથા આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના મુખ્ય આરોપી જે ઘણા લાંબા સમયથી નાસતો ફરતો હોય જેના ઉપર રૂા.10,000નું ઈનામ જાહેર કરેલ હોય તે સહિત પાંચ આરોપીઓને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી રાજ્ય તથા આંતરરાજ્ય ઘરફોડ ચોરીના કુલ 104 અનડીટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી પકડોલ આરોપી પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ સોના-ટાંદીના દાગીના જેની કુલ કિંમત રૂા.5,62,080નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં પ્રોહીની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા સહિતના વિવિધ ગુન્હાઓમાં સંડાવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ વાહન ચાલકોની સઘન તપાસ હાથ ધરી રહી હતી. તે સમયે ત્રણ ખાનગી ક્રુઝર તથા ગુફાન વાહનોમાં બેસી પસાર થઈ રહેલા પેસેન્જરોની પોલીસે એકપછી એક પુછપરછ કરતાં જે પેસેન્જર પૈકી કાળુભાઈ ઉર્ફે કાળીયો પારસીંગભાઈ ખીમાભાઈ બિલવાળ (રહે. કણજેર, માળ ફળિયું, તા.ધાનપુર, જી.દાહોદ), શંકરભાઈ મલસીંગભાઈ દહમા (રહે. કાલીયાવડ, ખોબરા ફળિયું, તા. ધાનપુર, જી.દાહોદ), કાળુભાઈ ઉર્ફે કાણીયો જોરસીંગભાઈ રાઠોડ (રહે. કાલીયાવડ, ખોબરા ફળિયું, તા.ધાનપુર, જી.દાહોદ), પરસુભાઈ ભીલાભાઈ બીલવાળ (રહે. કણજેર, માળ ફળિયું, તા.ધાનપુર, જી.દાહોદ) અને પરથી ઉર્ફે પ્રતિક કલાભાઈ બીલવાળ (રહે. કણજેર, માળ ફળિયું, તા.ધાનપુર, જી.દાહોદ) નાઓની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં ત્યારે પોલીસે તેઓની અંગત ઝડતી તથા તેમની પાસે રહેલ માલસામાનની તલાસી લેતાં પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ ઈસમો પાસેથી સોના-ચાંદીના દાગીના કુલ કિંમત રૂા.5,62,080નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ બાદ પોલીસે તેઓને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો જેમાં ઉપરોક્ત ઝડપાયેલ ઈસમો દ્વારા મોરબી, દાહોદ, રાજસ્થાન, મહિસાગર, છોટાઉદેપુર, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ જીલ્લો, વડોદરા ગ્રામ્ય, વડોદરા જીલ્લા, પંચમહાલ, સાંબરકકાંઠા, રાજકોટ શહેર, વલસાડ, મધ્યપ્રદેશ, ગાંધીનગર, આણંદ વિગેરે રાજ્યો તેમજ જીલ્લાઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. દાહોદ એલ.સી.બી. પોલીસે ઉપરોક્ત પાંચેય ઈસમોની અટકાયત કરી તમામને જેલના સળીયા પાછળ ધકેલી દઈ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.