ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય એક્સ્પ્લોર ન થઈ હોય એવી સ્ટોરી છે ’રિસ્કી રોમિયો’ની : સની

મુંબઇ, ફિલ્મના પોતાના રોલને લઈને સનીએ કહ્યું કે ‘સાધારણ રીતે મને આવા રોલ ઑફર નથી કરવામાં આવતા. જ્યારે મેં શૂટિંગની શરૂઆત કરી ત્યારે મને એહસાસ થયો કે અબીરે મારી અંદર શું જોયું કે તેણે મને આવો હટકે રોલ ઑફર કર્યો.

ફિલ્મનો જોનર ઇન્ડસ્ટ્રીમાં કદી એક્સ્પ્લોર નથી કરવામાં આવ્યો અને ઇમોશન્સને અલગ રીતે દેખાડવામાં આવશે. એવામાં અબીરે શૂટિંગ માટે જે શહેરની પસંદગી કરી એ આ ફિલ્મની સ્ટોરીમાં જાદુનો ઉમેરો કરશે. ફિલ્મના શૂટિંગ વખતે અમે જે અનુભવ કર્યો એ લોકોને દેખાડવા માટે આતુર છીએ.’