દાહોદ, દાહોદ શહેર માંથી પસાર થતાં ઈન્દૌર-ગોધરા નેશનલ હાઈવે રોડ પરથી દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે એક આઈસર ગાડીમાંથી રૂા.9,55,680ના પ્રોહી જથ્થા સાથે ચાલક સહિત બે ઈસમોની અટકાયત કરી ગાડીની કિંમત તેમજ વિગેરે મળી કુલ રૂા.19,56,680નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દાહોદ શહેરમાંથી પસાર થતાં ઈન્દૌર-ગોધરા નેશનલ હાઈવે પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા, તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક આઈસર ગાડી પસાર થઈ હતી. ગાડી નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલકની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે આઈસર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.7656 જેની કિંમત રૂા.9,55,680ના પ્રોહી જથ્થા સાથે ગાડીના ચાલક આજાદ સજનસીંહ દેવડા અને તેની સાથેનો મનિષભાઈ રેમનસીંગ સીંગાડ (બંન્ને રહે. મધ્યપ્રદેશ) નાની પોલીસે અટકાયત કરી તેમની પાસેથી મોબાઈલ ફોન વિગેરે સરસામાન તેમજ ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.19,56,680નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.