
- પોલીસની ડ્રાઇવ વચ્ચે એક જ બાઈક પર સવાર ચાર વ્યક્તિઓ ઓવર સ્પીડમાં હોવાથી સર્જાયો અકસ્માત.
દાહોદ, દાહોદ જીલ્લામાં એક તરફ પોલીસ દ્વારા ત્રીપલ સવારી, દારૂના નશામાં તેમજ ભયજનક રીતે વાહન હંકાવનાર સામે કાર્યવાહી કરવા માટે પરમ દિવસથી સ્પેશિયલ ડ્રાઇવ યોજી ત્રીપલ સવારી ગાડી હંકાવનાર સામે કાયદેસરના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે સમયે કંબોઈ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એક જ બાઈક પર સવાર બે મહિલાઓ તેમજ બે પુરૂષો પોતાનું વાહન ઝડપથી તેમજ ગફલત રીતે હંકારી લઈ જતા બાઈક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત એક તરફ ત્રીપલ સવારી તેમજ ભયજનક રીતે વાહન હંકારનાર સામે કાર્યવાહી હાથ ધરવા માટે રાજ્યભરમાં એક માસ માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. અંતર્ગત દાહોદ જીલ્લામાં પણ પોલીસની જુદી જુદી ટીમો આ સ્પેશિયલ ડ્રાઈવમાં જોતાય છે અને દાહોદ પોલીસ ત્રીપલ સવારી ભયજનક રીતે વાહન હંકાવનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેવા સમયે કંબોઈ નજીક એક બાઈક ઉપર બે મહિલા તેમજ બે પુરૂષ મળે કુલ ચાર વ્યક્તિઓ પૂર ઝડપે પોતાનું વાહન હંકારીને લઈ જઈ રહ્યા હતા. તે સમયે બાઈક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સવાર ચારે વ્યક્તિઓ જમીન પર ફંગોળાયા હતા. જે પૈકી બાઈક સવાર એક વ્યક્તિને જીવલેણ ઇજાઓ પહોંચતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ હાઇવે થી અડીને આસપાસના ખેતરમાં કામ કરી રહેલા ખેત મજૂરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટના સંબંધી જાણ લીમખેડા પોલીસને કરતા લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત્રોને 108 મારફતે ઇજાગ્રતોને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.