ઈન્ડોનેશિયા, ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુના ઉત્તરી કિનારા પર જ્વાળામુખી ફાટ્યો છે. જ્વાળામુખી ફાટ્યા બાદ છેલ્લા ૨૪ કલાકમાં ઓછામાં ઓછા પાંચ મોટા વિસ્ફોટ થયા છે. રૂઆંગ પર્વત પર વિસ્ફોટ બાદ હજારો ફૂટ ઊંચો રાખનો પ્લુમ જોવા મળ્યો હતો. જે બાદ ઈન્ડોનેશિયાના અધિકારીઓએ બુધવારે સુનામીની ચેતવણી જાહેર કરી હતી. અધિકારીઓએ ૧૧ હજારથી વધુ લોકોને વિસ્તાર છોડી દેવાની સૂચના આપવામાં આવી છે.વારંવાર ફાટી નીકળ્યા બાદ સત્તાવાળાઓએ જ્વાળામુખીની ચેતવણી ઉચ્ચતમ સ્તર પર વધારવી છે.
ઇન્ડોનેશિયાએ રાતોરાત જ્વાળામુખી ફાટી નીકળવાના કારણે ઉત્તર સુલાવેસીના મનાડોમાં સેમ સ્ટુલાંગી એરપોર્ટ બંધ કરી દીધું હતું, પરિવહન મંત્રાલયે ગુરૂવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું કે, એરપોર્ટ ગુરૂવાર સાંજ સુધી બંધ રહેશે અને અત્યાર સુધીમાં નવ ફ્લાઈટ પ્રભાવિત થઈ છે.
ઇન્ડોનેશિયાના સત્તાવાળાઓએ બુધવારના રોજ રૂઆંગ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયા બાદ સુનામીની ચેતવણી જારી કરી હતી. ઇન્ડોનેશિયા જ્વાળામુખી અને જીઓલોજિકલ ડિઝાસ્ટર મિટિગેશન સેન્ટરે જણાવ્યું હતું કે, સુલાવેસી ટાપુની ઉત્તરે સ્થિત જ્વાળામુખીએ છેલ્લા ૨૪ કલાકમાં ઓછામાં ઓછા પાંચ મોટા વિસ્ફોટનો અનુભવ કર્યો છે.
વર્ષ ૨૦૧૮માં ૪૩૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા ૨૦૧૮ માં, ઇન્ડોનેશિયાના અનાક ક્રાકાટાઉ જ્વાળામુખીના વિસ્ફોટથી સુનામી આવી હતી જે સુમાત્રા અને જાવાના દરિયાકાંઠે અથડાઈ હતી જ્યારે પર્વતના કેટલાક ભાગો સમુદ્રમાં ગાયબ થઈ ગયા હતા, જેમાં ૪૩૦ લોકો માર્યા ગયા હતા.