ભારતીય વિદ્યાર્થીનીનાં મોત પર મજાક કરતા પોલીસ અધિકારીને આખરે સસ્પેન્ડ કરાયા

અમેરિકામાં આ વર્ષે જાન્યુઆરીમાં સિએટલમાં પૂરપટ જતી પોલીસની કારની અડફેટે આવવાથી ભારતીય વિદ્યાર્થીની જાહન્વી કંડુલાનું મોત થયું હતું. આ કેસ ત્યારે સામે આવ્યા જ્યારે પોલીસ વિભાગના એક ફુટેજ જાહેર થયા, જેમાં પોલીસ અધિકારી ડેનિયલ ઓડરરને આ દુર્ઘટનાને હસીને ટાળતો જોવા મળ્યો. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. જેથી નવી કાર્યવાહી શરૂ કરવામાં આવી. આ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

જાહન્વી કંડુલાને આ વર્ષની ૨૩ જાન્યુઆરીએ સિએટલના માર્ગ પર પોલીસના વાહને અડફેટે લીધા હતા. જેના લીધે તેનું મોત થયું હતું. આ ઘટના પછી પોલીસની કાર ૧૧૯ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. જે માર્ગ પર જઈ રહેલી જાહન્વીને જોરદાર ટક્કર મારી હતી. આ અડફેટ બાદ જાહન્વી કંડુલા આશરે ૧૦૦ ફુટ સુધી ઉછળીને દૂર જઈને પછડાઈ હતી. જ્યા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. પોલીસ અધિકારી કેવિન ડેવ એક ડ્રગ ઓવરડોઝની બાતમી પર ઘટનાસ્થળે જઈ રહ્યા હતા અને ઘટનાસ્થળે જલ્દી જવા તે પૂરપાટ વેગે કાર હંકારી રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પાર કરી રહેલી જાહન્વી કંડુલાને ટક્કર વાગી અને તેનું મોત થયું હતું.

અકસ્માત અને ભારતીય યુવતી જાહન્વી કંડુલાના મોત પછી પોલીસ વિભાગે બોડીકેમ ફુટેજ જાહેર કર્યા હતા. જેમાં સિએટલ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી ડેનિયલ ઓડરર દુર્ઘટના પર હંસતા અને મજાક કરતા જણાયા હતા. જેને લઈ ભારે હોબાળો મચી ગયો હતો. ભારતીય વિદ્યાથનીના મોત પર હંસતા અધિકારી સામે કાર્યવાહીની માંગ ઉઠી હતી. ઓડરર અકસ્માતમાં સામેલ નહોતો પરંતુ તે દુર્ઘટના સમયે ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

આ દરમ્યાન ડેનિયલ ઓડરરે હસતા કહ્યું હતું કે તે મરી ગઈ છે, તેની લિમિટેડ વૅલ્યૂ હતી. આ અધિકારીના બોડીકેમના વીડિયો જાહેર થતા સિએટલ પોલીસ પર ખૂબ પસ્તાળ પડી રહી છે. પોલીસ વિભાગે પણ આ અધિકારીના વલણની ભારે ટીકા કરી હતી. કહ્યું હતું કે આ પ્રકારના વ્યવહારના લોકોને સિએટલ પોલીસ પર વિશ્વાસ ઓછો થયો છે. હોબાળા પછી ડેનિયલ ઓડરરને પોલીસ વિભાગની તમામ કામગીરીમાંથી હટાવી દઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે

સિએટલ પોલીસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ડેનિય ઓડરરના શબ્દો કંડુલાના પરિવારને આઘાત લગાવ્યો છે. જે કદી હટાવી શકે એમ નથી. આ વ્યક્તિગત પોલીસ અધિકારીની હરક્તોએ સિએટલ પોલીસ વિભાગને શરમમાં મૂકી દીધી છે, જેનાથી દરેક પોલીસ અધિકારીનું કામ વધુ મુશ્કેલ થઈ ગયું છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે જાહેર વિશ્વાસ યથાવત્ રાખવા જરૂરી માપદંડોને યથાવત રાખવાનું મારું ર્ક્તવ્ય છે. અધિકારીએ અમારા વિભાગમાં રહેવા સવાલ ઊભા કરી દીધા છે. જેથી હં તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી રહ્યો છું.