
ભારતીય શેરબજારમાં બજેટ-૨૦૨૪ પર મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. તે સહેજ પતન સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૨૨૨ પોઇન્ટના વધારા સાથે ૮૦,૭૨૪.૩૦ પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે મહત્તમ ૮૦,૭૬૬.૪૧ પોઈન્ટ્સ અને ન્યૂનતમ ૭૯,૨૨૪.૩૨ પોઈન્ટ્સ પર પહોંચ્યો હતો. સેન્સેક્સ આજે ૦.૦૯ ટકા અથવા ૭૩ પોઈન્ટ ઘટીને ૮૦,૪૨૯ પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી આજે ૦.૧૨ ટકા અથવા ૩૦ પોઇન્ટના ઘટાડા સાથે ૨૪,૪૭૯ પર બંધ થયો હતો. માર્કેટ ક્લોઝિંગ સમયે નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૨૦ શેર લીલા નિશાન પર, ૨૯ શેર લાલ નિશાન પર અને ૧ શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
નિફ્ટી શેર્સમાં આજે સૌથી વધુ વધારો ટાઇટનમાં ૬.૫૬ ટકા આઇટીસીમાં ૬.૫૨ ટકા, ટાટા કન્ઝ્યુમરમાં ૪.૪૨ ટકા,એનટીપીસીમાં ૨.૭૮ ટકા અને અદાણી પોર્ટ્સમાં ૨.૭૭ ટકાનો વધારો નોંધાયો હતો. તે જ સમયે, સૌથી મોટો ઘટાડો લાર્સન એન્ડ ટુબ્રોમાં ૩ ટકા, હિન્દાલ્કોમાં ૨.૯૭ ટકા, શ્રીરામ ફાઇનાન્સમાં ૨.૭૯ ટકા, બજાજ ફાઇનાન્સમાં ૨.૨૭ ટકા અને ઓએનજીસીમાં ૧.૮૪ ટકા નોંધાયો હતો.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ દર વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ નિર્ણયનો હેતુ જોખમી વ્યવસાયમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી ઘટાડવાનો છે. સિક્યોરિટીઝમાં ઓપ્શન્સના વેચાણ પરના એસટીટીનો દર ઓપ્શન પ્રીમિયમના ૦.૦૬૨૫ ટકાથી વધારીને ૦.૧ ટકા અને સિક્યોરિટીઝમાં ફ્યુચર્સના વેચાણ પરના એસટીટીનો દર આવા ફ્યુચર્સની ટ્રેડેડ કિંમતના ૦.૦૧૨૫ ટકાથી વધારીને, તેમણે તેને ઘટાડીને ૦.૦૨ ટકા કરવાનો પ્રસ્તાવ છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો નિફ્ટી એફએમસીજીમાં સૌથી વધુ ૨.૬૮ ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૧૧ ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર ૦.૧૩ ટકા, નિફ્ટી હેલ્થકેર ૦.૫૩ ટકા, નિફ્ટી ફાર્મા ૦.૫૫ ટકા, નિફ્ટી મીડિયા ૧.૧૬ ટકા, નિફ્ટી આઇટી ૦.૬૮ ટકા અને નિફ્ટી ઓટો ૦.૨૮ ટકા તૂટ્યા હતા. આ સિવાય સૌથી વધુ ઘટાડો નિફ્ટી રિયલ્ટીમાં ૨.૨૯ ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં ૧.૨૦ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેક્ધ ૦.૮૩ ટકા, નિફ્ટી પીએસયુ બેક્ધ ૧.૪૦ ટકા, નિફ્ટી મેટલ ૦.૯૪ ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સવસિસમાં ૧.૩૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. અને નિફ્ટી બેક્ધ ૧.૩૭ ટકા વધીને ૦.૯૬ ટકા નોંધાઈ હતી.