ભારતીય સંસ્કૃતિને યથાર્થ ઠેરવતા પુરાવા

ભારત એક પ્રાચીન રાષ્ટ્ર છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશ્વનું પહેલું રાષ્ટ્ર. ૠગ્વેદ વિશ્વ માનવતાનો પ્રાચીન શબ્દ પુરાવો છે. મહાભારત અને રામાયણ દુનિયાનાં પ્રતિષ્ઠિત મહાકાવ્ય છે. દર્શન, વિજ્ઞાન અને ગણિતમાં પણ ભારતની ઉલ્લેખનીય પ્રતિષ્ઠા છે. તેમ છતાં કથિત ઉદારવાદી અને ડાબેરીઓ અહીંના પ્રાચીન જ્ઞાનગ્રંથોને પણ કલ્પના ગણાવતા રહ્યા છે. જ્યારે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ એટલે કે એએસઆઇના ઉત્ખનનથી પ્રાપ્ત પુરાવા સભ્યતા અને સંસ્કૃતિને યથાર્થ સાબિત કરે છે. તાજા અહેવાલો પણ ઉત્સાહજનક છે. અદાલતે બાગપતના બરનાવામાં મહાભારત કાળના લાક્ષાગૃહની ઓળખ કરી છે. ૧૯૫૩માં ખોદકામ દરમ્યાન અહીં લગભગ ૪૫૦૦ વર્ષ જૂની પુરાતાત્વિક મહત્ત્વ ધરાવતી સામગ્રી મળી. ૧૯૭૦માં ઉત્તર પ્રદેશ વક્ફ બોર્ડે તેને મજાર અને કબ્રસ્તાન ગણાવી દીધું. હિંદુ પક્ષનો દાવો હતો કે તે પાંડવોનું લાક્ષાગૃહ છે. અહીં દુર્યોધને પાંડવોને સળગાવી દેવાનું ષડયંત્ર રચ્યું હતું. લાક્ષાગૃહ સાથે જોડાયેલી સુરંગ પણ મળી છે. પાંડવો આ જ સુરંગથી બચી નીકળ્યા હતા. અહીં પ્રાચીન વાસણો અને અન્ય પુરાવા પણ મળ્યા છે. હવે મહાભારત કાળનું વિશિષ્ટ સ્થાન મળ્યું છે. વક્ફ બોર્ડ હિંદુ ઉપાસના કેન્દ્રો અને સંપત્તિઓ પર નિરાધાર દાવા માટે કુખ્યાત છે. હંમેશાં તેણે એ સ્થળો પર પણ દાવો કર્યો, જેનો ઇતિહાસ દેશમાં ઇસ્લામના આગમન કરતાં ય જૂનો છે. તેથી સેના અને રેલવેની સંપત્તિ બાદ દેશમાં સૌથી મોટી ભૂસંપદા વક્ફ પાસે છે. બોર્ડ લગભગ ૧૦ લાખ એકર જમીનનું માલિક છે.

ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા વિશ્ર્વવિખ્યાત છે, પરંતુ સ્વયંભૂ ઉદારપંથીઓ ૠગ્વેદને ઢોર ચરાવનારાઓનું ગીત ગણાવતા રહ્યા. યુનેસ્કોએ તેને ઘણા પહેલા વૈશ્ર્વિક ધરોહર જાહેર કર્યો હતો. વૈશ્વિક ધરોહરોની યાદીમાં હવે ૪૨ ભારતીય સ્થળો છે. મોદી સરકારે વધુ ૪૧ સ્થળોને યાદીમાં સામેલ કરાવવાનો આગ્રહ કર્યો છે. બે સ્થળ સામેલ થઈ ચૂક્યા છે. મયકાળમાં વિદેશી હુમલાખોરોએ હજારો મંદિરો વસ્ત કર્યાં. વિભિન્ન ક્ષેત્રોમાં થનારા એએસઆઇ ખનનમાં પ્રાચીન સભ્યતાના અવશેષો મળી રહ્યા છે. ૨૦૧૮માં સંસ્કૃતિ મંત્રાલય સંબંધિત સિંધુ સભ્યતાની અધ્યયન સમિતિએ હરિયાણાના ભિરાના અને રાખીગઢીના ખોદકામના અયયનને મહત્ત્વપૂર્ણ ગણાવ્યું હતું. આ પુરાતાત્વિક ક્ષેત્રમાં કાર્બન ડેટિંગ અનુસાર ઇસા પૂર્વ ૭૦૦૦-૬૦૦૦ વર્ષની સભ્યતાનું અનુમાન લગાવવામાં આવ્યું. આ અવધિ વૈદિક કાળની સભ્યતા સાથે જોડાય છે. કાર્બન ડેટિંગ વિશ્લેષણને પ્રાચીન સમય સાથે જોડીને અધ્યયન થવું જોઇએ.

ૠગ્વેદ અને હડપ્પાની સભ્યતામાં કેટલીય સમાનતાઓ છે, પરંતુ કેટલાક લોકો હડપ્પાને પ્રાચીન અને વૈદિક સભ્યતાને પરવર્તી ગણાવે છે. તેમની દલીલો દયનીય અને હાસ્યાસ્પદ છે. તેઓ હડપ્પાને નગરીય અને ૠગ્વૈદિક સભ્યતાને ગ્રામીણ ગણાવે છે, પરંતુ ૠગ્વેદમાં નગરીય સભ્યતાના ઘણા ઉલ્લેખો છે. અહીં નગર માટે પુર શબ્દ આવે છે અને નગર પ્રમુખ માટે પૌર. કથિત ઉદારવાદીઓ પોતાના સંશોધનો પર ભોંઠા પડશે. તેઓ સુમેરી સભ્યતાને હડપ્પાથી પણ પ્રાચીન ગણાવે છે. હડપ્પાને સુમેરી સભ્યતાની છાયા માને છે. તેઓ સરસ્વતી નદીના ભૌગોલિક પુરાવા નથી જોતા. ૠગ્વેદના સમયે સરસ્વતી જળ ભરેલી છે. આ તથ્ય હડપ્પાથી પણ જૂનું છે. સુમેરી, મિનોવન, મિતન્ની અને હિત્તી સભ્યતાઓ વૈદિક સભ્યતા બાદની છે. દુનિયાની કોઈપણ સભ્યતા અને સંસ્કૃતિનું અધ્યયન ૠગ્વેદને અલગ હટાવીને ન કરી શકાય. ૠગ્વેદમાં વરુણના ઘરને સો થાંભલાવાળું કહેવાયું છે. ૠગ્વેદ, મહાભારત અને રામાયણમાં સભાગારોના પણ ઉલ્લેખ છે. સભાગારોમાં બેઠકો થતી હતી. અયોયા, મથુરા, કાશી, પાટલિપુત્ર અને ઉજ્જૈન વિશ્વચર્ચિત પ્રાચીન નગરો હતા.