દાહોદ,
માનવસેવા ના કાયે કરતી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જીલ્લા શાખા દ્વારા યુવાનો અને યુવતીઓને નોકરીમાં જરૂરી પ્રમાણપત્ર માટે પ્રાથમિક સારવાર તાલીમ વર્ગનો શુભારંભ સંસ્થાના ચેરમેન ગોપાળભાઇ ધાનકાના શુભ હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો. આ પ્રસંગે સંસ્થાના ખજાનચી કમલેશભાઈ લીમ્બચીયા, માનદ મંત્રી જવારભાઈ શાહ, કારોબારી સભ્ય અને પ્રાથમિક સારવાર વર્ગના ક્ધવીનર ગજેન્દ્રભાઈ ક્ષોત્રીય, સેવાભાવી કાર્યકર્તાઓ નરેશભાઈ ચાવડા, મુકુંદભાઈ કાબરાવાલા, બી.એડ. કોલેજ નગરાળાના આચાર્ય પંચાલ તથા તાલીમાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન ગોપાળભાઇ ધાનકા એ તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.