ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી કાલોલ દ્વારા નિબંધ તથા વકૃત્વ સ્પર્ધા નુ આયોજન કરાયું

ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી કાલોલ દ્વારા આયોજિત કાર્યક્રમમા માનવતા ને જીવંત રાખવા એ વિષય પર શ્રીનાથજી ટ્યુશન કલાસીસ ખાતે નિબંધ તથા વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી. તેમાં અંદાજે ધો. 11 તથા 12 ના 50 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથીં પ્રથમ 3 વિધાર્થીઓને પારીતોષીક ઈનામ રેડક્રોસ સોસાયટીના ચેરમેન સતીષભાઈ પી. શાહ તથા સેક્રેટરી પ્રકાશભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવ્યું. બાકીના વિધાર્થીઓને રેડક્રોસ સોસાયટી દ્વારા સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં માનવ સેવા કાર્ય માટે પ્રેરણા મળે તેમાટે દરેક સમાજ ના જવાબદાર વયકતિઓ માટે પ્રેરણા બની રહશે.