- મોદીએ વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવાને લઈને પેરિસ ઓલિમ્પિક કમિટી સમક્ષ વિરોધ નોંધાવવાનું કહ્યું.
ભારતીય રેસ્લર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડનું સપનું સજાવ્યું હતું. જોકે, આજે કરોડો ભારતીયોનું સપનું ચકનાચૂર કરી દીધું છે. વિનેસ ફોગટ ૫૦ કિલો ગ્રામની શ્રેણીમાં મેચ રમી રહી હતી.
ઓલિમ્પિકની કમિટીએ વિનેશ ફોગાટને ઓવરવેઈટ ગણીને ડિસ્કોલિફાઈડ કરી દીધી છે. ૫૦ કિલો ગ્રામની શ્રેણીમાં રમી રહેલી વિનેશ ફોગાટનું રાતોરાત વધી ગયું વજન? ઓલિમ્પિક કમિટીએ ફોગાટને ઓવર વેઈટને કારણે ગેરલાયક ઠેરવી હોવાનું સામે આવ્યું. એવું માનવામાં આવે છે કે તે વધુ વજનના કારણે અયોગ્ય બની ગઈ છે. આ સાથે જ ૧૪૦ કરોડ ભારતીયોના દિલ તૂટી ગયા છે.
ભારતીય ઓલિમ્પિક સંઘે વિનેશ ફોગાટને લઈને આ વાતની પુષ્ટિ કરી છે. એસોસિએશન દ્વારા એક સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું હતું, ’તે ખેદજનક છે કે ભારતીય ટીમ વિનેશ ફોગાટને મહિલા કુશ્તી ૫૦ કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવાના સમાચાર શેર કરી રહી છે. આખી રાત ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન ૫૦ કિલો કરતાં થોડા ગ્રામ વધુ હોવાનું જણાયું હતું. ટીમ આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.
વિનેશ ફોગાટની મેડલ મેચ ૧૨ કલાક બાદ યોજાવાની હતી. મંગળવારે તેની જીતની હેટ્રિક બાદ મેડલ નિશ્ચિત જણાતો હતો. પરંતુ ફાઈનલ મેચના ૧૨ કલાક પહેલા ભારત માટે આ ખરાબ સમાચાર સાંભળવા મળ્યા છે. વિનેશ ફોગાટને સમગ્ર ભારતમાંથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે. પરંતુ સોનાની આશા ફરી એકવાર ઠગારી નીવડી છે.
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ કે જેણે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવાની ખાતરી આપી હતી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. હવે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઇઓએને આ મામલે કડક વાંધો ઉઠાવવાનું કહ્યું છે. વડાપ્રધાન મોદીએ ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરીને માહિતી માંગી છે.મોદીએ આ સ્થિતિમાં તમામ વિકલ્પો પર વિચાર કરવા કહ્યું છે. આ સાથે મોદીએ વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવાને લઈને પેરિસ ઓલિમ્પિક કમિટી સમક્ષ વિરોધ નોંધાવવાનું કહ્યું છે.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનેશની ગેરલાયકાત બાદ એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં વિનેશની રમતના વખાણ કરતાં તેમણે મેડલ ગુમાવવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિનેશ, તમે ચેમ્પિયનના ચેમ્પિયન છે. તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા સ્ત્રોત છો. આજના આઘાતથી દુ:ખ થયું છે. હું ઈચ્છું છું કે, હું શબ્દોમાં વ્યક્ત કરી શકું કે હું અત્યારે કેટલો નિરાશ છું. પણ હું જાણું છું કે તમે ફરી પાછા આવશો. પડકારોનો હિંમતપૂર્વક સામનો કરવો એ તમારા સ્વભાવમાં છે. અમે બધા તમારી સાથે છીએ.
ભારતીય ઓલિમ્પિક સંઘે કહ્યું કે, તે ખેદજનક છે કે ભારતીય ટીમ વિનેશ ફોગાટને મહિલા કુશ્તી ૫૦ કિગ્રા વર્ગમાંથી અયોગ્ય ઠેરવવાના સમાચાર શેર કરે છે. આખી રાત ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન ૫૦ કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. આ સમયે ટીમ તરફથી વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.
ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે વિનેશને શક્ય તમામ મદદ આપવામાં આવી હતી. તેઓને તાલીમ માટે આર્થિક સહાય પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત તેમના સ્ટાફને પણ તમામ પ્રકારની મદદ કરવામાં આવી હતી. તેની પાસે એક અલગ ફિઝિયોથેરાપિસ્ટ પણ હતો.
તે જ સમયે, સપા પ્રમુખ અને લોક્સભા સાંસદ અખિલેશ યાદવે આના પર સવાલ ઉઠાવ્યા હતા. આ અંગે સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે વિનેશ ફોગટ ફાઇનલમાં ન રમી શકવા માટે જે ટેકનિકલ કારણોની ચર્ચા કરવામાં આવી છે તેની ઊંડી તપાસ થવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે સત્ય શું છે અને તેની પાછળનું સાચું કારણ શું છે.
બીજેપી સાંસદ કરણ ભૂષણ સિંહે ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ દેશ માટે નુક્સાન છે. ફેડરેશન તેની તપાસ કરશે અને શું કરી શકાય તે જોશે. તમને જણાવી દઈએ કે કરણ ભૂષણ સિંહ કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહના પુત્ર છે. તે જ સમયે, જ્યારે ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને વધુ વજન હોવાના કારણે મહિલા કુસ્તી ૫૦ કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું હતું કે વિનેશ ફોગટ આ સુધી પહોંચી છે. તેણે વિશ્વના નંબર-૧ રેસલરને હરાવ્યો હતો. સમગ્ર દેશમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. આ સમાચાર દુ:ખદ છે. વિનેશે કરેલી મહેનતનું પરિણામ તેને મળ્યું ન હતું.
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવા પર કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે અમે તેના ગોલ્ડ મેડલ જીતવાની રાહ જોઈ રહ્યા હતા. આ સમાચારથી આખો દેશ ચોંકી ગયો છે. વિનેશ દેશની નજરમાં ચેમ્પિયન હતી, છે અને રહેશે. તેણે સખત મહેનત કરી અને ફાઇનલમાં પહોંચી. ગઈકાલે ત્રણેય મીટમાં તેણીનું વજન યોગ્ય હતું, તેથી તેણીને ઓછામાં ઓછા સિલ્વર મેડલ માટે ધ્યાનમાં લેવી જોઈએ. ભારતીય ઓલિમ્પિક સંઘે આ મામલો ઓલિમ્પિક સંઘ સમક્ષ મૂકવો જોઈએ.
આ દરમિયાન ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને ગેરલાયક ઠેરવવા પર કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ કહ્યું કે અમે ખૂબ જ દુખી છીએ. ત્યાં સુધી પહોંચવા માટે તેણે ઘણી મહેનત કરી છે. આખો દેશ તેની સાથે છે. ભારત સરકાર તેને પ્રાથમિક્તા આપી રહી છે અને પીએમ મોદીએ તેની નોંધ લીધી છે અને જે પણ અપીલ પ્રક્રિયા જરૂરી હશે તે કરવામાં આવશે.