ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લી. પાઈપ લાઈન ડિવીઝન સી.એસ.આર. ફંડ માંથી દાહોદના રેટીયા પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે 19 કેન્દ્રો તબીબ સાધનો આપ્યા

દાહોદ,તા 26.4.2023 નારોજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પાઇપલાઇન ડિવિઝન કોયલી અને દાહોદ જિલ્લાના જીલ્લા સમાહર્તા ડો.હર્ષિત ગોસાવી અને જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવના માર્ગદર્શન મુજબ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પાઇપલાઇન ડિવિઝનનાં સી.એસ.આર. ફંડમાંથી દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના રેટીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જીલ્લાના કુલ 19 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ને કુલ 95 તબીબી સાધનો પૂરા પાડવામાં આવેલ જેમા 19 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક રેડીયન્ટ વોર્મર, એકે કાંગારૂ મધર ચેર, એક ડિજિટલ હિમોગ્લોબીન મીટર, એક સેનેટરી પેડ ઇન્સીનેટર, એક મરકયૂરી સફીગ્મોમેનોમીટર સ્ટેન્ડ મોડલ આપવામાં આવ્યાં.

આ કાર્યક્રમ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પાઇપલાઇન ડિવિઝન નાં ડી.જી.એમ એ.કે.ગોથમેન અને કંપનીના સી.એચ.આર.એમ સુનીલ કોલહટકર અને જીલ્લા આર.સી. એચ.ઓ. ડો. ઉદય ટીલાવત અને એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. નયન જોષી તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભગીરથ બામણિયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબો અને આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતો. જીલ્લા વહીવટી તંત્ર તરફથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પાઇપલાઇન ડિવિઝનનો જીલ્લા આર.સી.એચ.ઓ ડો ઉદય ટીલાવત દવારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.