ભારતીય ન્યાયપાલિકાના ભિષ્મ પિતામહ ફલી નરીમાનનું નિધન

દેશના ખ્યાતનામ ધારાશાસ્ત્રીઓએ આદરભર્યુ સ્થાન ધરાવનાર તથા એડી. સોલીસીટર જનરલ સહિતના મહત્વના કાનૂની પદો પર રહી ચૂકેલા સિનીયર એડવોકેટ ફલી એસ નરીમાનનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓની તુલના આઝાદી બાદ દેશને જે શ્રેષ્ઠ કાનુની નિષ્ણાંતો મળ્યા છે તે પેઢીમાં થતી હતી. 1950થી તેઓએ ધારાશાસ્ત્રી તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને અનેક ઐતિહાસિક ચુકાદાના તેઓ સાક્ષી બની રહ્યા હતા તથા સુપ્રીમ કોર્ટમાં જજોની નિયુક્તિ માટે જે કોલેજીયમ સીસ્ટમ અમલમાં આવી તેની રચનામાં તેમની અત્યંત મહત્વની ભૂમિકા રહી હતી તેઓ વ્યક્તિગત સ્વતંત્રના સૌથી મોટા લડવૈયા હતા અને 1975માં જયારે ઈન્દીરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી તો તેના વિરોધમાં તેઓએ એડીશ્નલ સોલીસીટર જનરલ ઓફ ઈન્ડીયાના પદેથી રાજીનામુ ફગાવી દીધુ હતું. 1950માં તેઓએ મુંબઈ હાઈકોર્ટની તેમની કાનુની પ્રેકટીસનો પ્રારંભ કર્યો હતો અને 1961થી તેઓની કેરીયર એક સીનીયર ધારાશાસ્ત્રી તરીકે ઓળખાવા લાગી હતી. આજે 70 વર્ષથી વધુ સમય તેઓએ પ્રેકટીસ કરી હતી.

જયાં છેલ્લા બે દશકા સુપ્રીમ કોર્ટે તેઓએ સૌથી સીનીયર ધારાશાસ્ત્રી તરીકે સ્થાન મેળવ્યું હતું. 1972માં તૈયાર છે. એડીશ્નલ સોલીસીટર જનરલ ઓફ ઈન્ડીયા તરીકે નિયુક્ત થઈ હતી. પદ્મભૂષણ સહિતના સન્માન મેળવનાર ફલી નરીમાનને ભારતીય ન્યાયપ્રણાલીના ભીષ્મ પિતામહ તરીકે પણ ઓળખવામાં આવ્યો હતો. તેઓની રાજયસભામાં પણ નિયુક્તી થઈ હતી તથા તેઓએ ગોડ-સેવ ધ ઓનટેબલ સુપ્રીમ કોર્ટ સહિતના પુસ્તકો પણ લખ્યા હતા. તેમના પુત્ર રોહિગ્ટન નરીમાન પણ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ રહી ચૂકયા છે. તેમના માર્ગદર્શક હેઠળ અનેક ખ્યાતનામ ધારાશાસ્ત્રીઓનું પણ સર્જન થયું. તેઓને અત્યંત ભાવુક શ્રદ્ધાંજલી આપતા સોલીસીટર જનરલ ઓફ ઈન્ડીયા તુષાર મહેતાએ લખ્યું કે ન કોઈ બીન ફલી નરીમાન સાથે થયા નથી થશે પણ નહી..