સિંગાપોર, સિંગાપોરમાં ભારતીય મૂળના એક યુવકને ભારતીય કામદારનું શારીરિક શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. આરોપીની ઓળખ ૨૦ વર્ષીય શ્રીકાંત મુરુગન તરીકે કરવામાં આવી છે, જેણે ૩૪ વર્ષીય ભારતીય કર્મચારીનું યૌન શોષણ કર્યું હતું. સમાચાર અનુસાર, પીડિતા સિંગાપુરની એક હાઉસિંગ સોસાયટીમાં બેન્ચ પર સૂઈ રહી હતી, ત્યારે આરોપી યુવક ત્યાં આવ્યો અને સૂતેલી વ્યક્તિ સાથે દુષ્કર્મ કર્યું. પીડિતાની આંખ ખુલતાની સાથે જ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો. જોકે બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. સિંગાપોરની કોર્ટ હવે આ કેસમાં ૯ મેના રોજ પોતાનો ચુકાદો આપશે. આરોપીની ઉંમર અને ગુનાહિત વર્તણૂકને યાનમાં રાખીને કોર્ટ તેને પ્રોબેશન અને સુધારાત્મક તાલીમ કેન્દ્રમાં મોકલવાનું વિચારી રહી છે. જો કે, સરકારી વકીલે આનો વિરોધ કર્યો છે અને માંગણી કરી છે કે આરોપીને સુધારાત્મક તાલીમ કેન્દ્રમાં મોકલવાને બદલે તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવે. સિંગાપોરમાં, ૨૧ વર્ષથી ઓછી ઉંમરના ગુનેગારોને જેલમાં રાખવાને બદલે સુધારાત્મક તાલીમ માટે મોકલવામાં આવે છે.