ભારતીય મૂળના સાઇમન હેરિસ આયર્લેન્ડના સૌથી યુવા વડાપ્રધાન બન્યા

આયર્લેન્ડ, આયર્લેન્ડમાં લિયો વરાડકરના રાજીનામા બાદ સત્તારૂઢ ફાઇન ગેલ પાર્ટીએ ભારતીય મૂળના સાઇમન હેરિસને વડાપ્રધાન બનાવ્યા છે. ૩૭ વર્ષના હેરિસ દેશના સૌથી નાની વયના વડાપ્રધાન બન્યા છે.તેમની પહેલાંના ભારતીય મૂળના વડાપ્રધાન લિયો વરાડકર આયર્લેન્ડના સૌથી યુવા વડાપ્રધાન હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઇમન હેરિસને અભિનંદન પાઠવ્યા છે.

આયર્લેન્ડમાં લિયો વરાડકરે ગયા મહિને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ એવી ચર્ચાઓ થવા લાગી હતી કે હેરિસ પીએમ બની શકે છે. આયર્લેન્ડની સંસદમાં મંગળવારે વડાપ્રધાનપદ માટે મતદાન થયું હતું. જેમાં હેરિસના સમર્થનમાં ૮૮ વોટ પડયા હતા. તેમને ગઠબંધનની ભાગીદાર પાર્ટીઓ ફિએના ફેલ અને ગ્રીન પાર્ટી ઉપરાંત ઘણા અપક્ષ સાંસદોનું સમર્થન પણ મળ્યું હતું.

સાઇમન હેરિસ વડાપ્રધાન તરીકે ચૂંટાતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી યુવા વડાપ્રધાન બનવા બદલે તેમને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા એક્સ પર પીએમ મોદીએ કહ્યું કે, આપણે આપણા ઐતિહાસિક સંબંધોને ખૂબ જ વધારે મહત્ત્વ આપીએ છીએ જે લોકશાહી મૂલ્યોમાં એક્સરખો વિશ્ર્વાસ ધરાવે છે. ભારત-આયર્લેન્ડ દ્વિપક્ષીય ભાગીદારીને વધારે મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા માટે આશા રાખું છું.

સાઇમન હેરિસ સ્નાતક દરમિયાન નાની ઉંમરે જ રાજકારણમાં સક્રિય થયા હતા. પાર્ટીની યુવા પાંખમાં જોડાયા બાદ ટૂંકા ગાળામાં જ તેઓ સમપત રાજનેતા તરીકે સ્થાપિત થયા હતા અને પાર્ટીમાં વિવિધ ભૂમિકા ભજવી હતી.